જામનગરમાં વકરતો જીવલેણ ડેન્ગ્યુ: શહેર-કોંગી પ્રમુખના પુત્ર લપેટમાં
ખોડીયાર કોલોની, શકિતનગર ખાતે રહેતા યુવાનને ખાનગી હોસ્પિટલમાં અપાતી સારવાર: આખરે જામ્યુકો કયારે જાગશે?
જામનગરમાં જીવલેણ ડેન્ગ્યુ વકરી રહ્યો છે, ચાર દિવસ પહેલા ૨૬ વર્ષના આહિર યુવાનનું ડેન્ગ્યુનાં કારણે મૃત્યુ નિપજયુ છે, છેલ્લા એક માસમાં ડેન્ગ્યુનાં ૮ કેસ જુદા જુદા સ્થળે નોંધાયા છે. આ રોગચાળો આગળ વધી રહ્યો છે ત્યારે અહીંના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા શહેર કોંગ્રેસ પ્રમુખના પુત્રને પણ ડેન્ગ્યુ પોઝીટીવ આવ્યો છે, ચિંતાની વાત એ છે કે ડેન્ગ્યુનાં કેસ વધી રહ્યા છે પરંતુ જામ્યુકોના તંત્ર તરફથી જે યુદ્ધનાં ધોરણે કામગીરી થવી જોઇએ તેનો ખુબ અભાવ દેખાય છે.
ખોડીયાર કોલોની, શકિતનગર, શેરી નં.૩માં રહેતા ૧૮ વર્ષના વિરાજ વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજાને ત્રણેક દિવસ પહેલા ડેન્ગ્યુનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો જેને હાલમાં ડો. યજ્ઞેશ ભાલોડીયાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજાના જણાવ્યા મુજબ એમના પુત્રનો રિપોર્ટ ત્રણ દિવસ પહેલા પોઝીટીવ આવ્યો હતો પરંતુ આજ દિવસ સુધી એમના રહેણાંક સહિતનાં વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ડેન્ગ્યુ વિરોધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. તેઓ પોતે પણ મહાનગરપાલિકાને આ અંગેની રજુઆત કરવાનાં છે.
આમ, રોજ ઉઠીને જુદા જુદા વિસ્તારમાંથી ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે, વોર્ડ નં. ૬માં યાદવનગર ખાતે ડેન્ગ્યુ એ આહિર યુવાનનો ભોગ પણ લઇ લીધો છે, મચ્છરજન્ય આ રોગચાળો જો કાબુમાં ન આવે તો અને સારવારમાં થોડી ઘણી ચૂક થઇ જાય તો જીવલેણ સાબિત થઇ શકે છે.
ડેન્ગ્યુના મચ્છરનાં ડંખથી આ રોગચાળો વકરે છે, અત્રે નોંધનીય છે કે ડેન્ગ્યુના મચ્છર સ્વચ્છ અને સ્થિર પાણીમાં થાય છે, હજુ મોટી સંખ્યામાં લોકો એવુ માને છે કે ગંદકીના કારણે ડેન્ગ્યુ થાય છે, વાસ્તવમાં ગંદકી અને ડેન્ગ્યુને કાંઇ લાગતુ વળગતુ નથી, માટે જરી છે કે લોકોમાં જાગૃતતા લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવે અને સ્વચ્છ અને સ્થિર પાણીથી વકરતા ડેન્ગ્યુને કાબુમાં લેવા માટે લોકોને સમજાવવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
