વ્હાલસોયી દીકરી બાદ પિતાનું પણ મૃત્યુ: ખંભાળીયાના કેશોદના આંબલીયા પરિવારમાં માતમ

  • October 05, 2026 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા​​​​​​​ : વ્હાલસોયી દીકરી બાદ પિતાનું પણ મૃત્યુ: ખંભાળીયાના કેશોદના આંબલીયા પરિવારમાં માતમ



ખંભાળિયા તાલુકાના લલિયા ગામના પાટિયા નજીક બે કાર વચ્ચે થયેલા અકસ્માતે કેશોદ ગામના આંબલીયા પરિવારને ક્યારેય ન ભૂલી શકાય તેવું દુ:ખ આપ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાવનાબેન રામદેભાઈ આંબલીયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દીકરીના મોતના આઘાતમાંથી પરિવારજનો બહાર આવે તે પહેલાં જ તેમના પિતા રામદેભાઈ આંબલીયાએ પણ અંતિમ શ્વાસ લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

અકસ્મતમાં ભાવનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ પિતા રામદેભાઈનું પણ મોત થતાં આંબલીયા પરિવાર ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

એક જ પરિવારના બે સભ્યોના મોતના સમાચારથી કેશોદ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વ્હાલસોયી દીકરીના મોત બાદ પિતાનું પણ અવસાન થતાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application