જામનગર નજીક ગોરધનપર પાટિયા પાસે ખરાબા વિસ્તારમાં આગ 

  • June 01, 2026 06:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ગોરધનપર પાટિયા પાસે ખરાબા વિસ્તારમાં આગ 

બકાલાના કેરેટ સળગી જતા નુકસાની: ભારે અફડાતફડી સાથે દોડધામ

જામનગર શહેરના ગોરધનપર પાટિયા પાસે લહેર તળાવ સામે આવેલા વિસ્તારમાં રવિવારે બપોરે આગ લાગવાની ઘટના બનતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીના કારણે આગને સમયસર કાબૂમાં લઈ વધુ નુકસાની ટાળવામાં સફળતા મળી હતી.
​​​​​​​
મળતી માહિતી મુજબ રવિવારે બપોરે આશરે ૨.૩૦ કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં મયુરભાઈ પ્રવીણભાઈ રાઠોડ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગોરધનપર પાટિયા નજીક લહેર તળાવ સામે વાળ અને લાકડાંના જથ્થામાં અકસ્માતે આગ લાગી છે. જાણ મળતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી ફાયર ફાઈટિંગ કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર સ્ટાફે જહેમત ઉઠાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ બુઝાવી દીધી હતી. સ્થળ પર કરવામાં આવેલી તપાસ દરમિયાન નજીકના મકાન માલિકે જણાવ્યું હતું કે ખરાબા વિસ્તારમાં લાગેલી આગની જ્વાળાઓ ફેલાતા નજીકમાં રાખવામાં આવેલા બકાલાના કરેટ પણ આગની ઝપેટમાં આવી સળગી ગયા હતા.આ ઘટનામાં લાકડાના કેરેટ સહિતના માલમિલકતને નુકસાની પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ કે ઇજા થવાની ઘટના બની નહોતી.આગ સંપૂર્ણપણે બુઝાવ્યા બાદ ફાયર બ્રિગેડનો સ્ટાફ પરિસ્થિતિ સામાન્ય હોવાનું નિશ્ચિત કરી મેઈન ફાયર સ્ટેશન પર પરત ફર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application