જામનગરમાં કોમર્શીયલ કોમ્પ્લેક્સના મીટર બોક્સમાં આગથી દોડધામ

  • June 03, 2026 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં કોમર્શીયલ કોમ્પ્લેક્સના મીટર બોક્સમાં આગથી દોડધામ

જામનગર શહેરના ક્રિકેટ બંગલા સામે આવેલા માધવ સ્ક્વેર બિલ્ડિંગમાં આજે સવારે મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાના પગલે બિલ્ડિંગનો વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જ્યારે લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યૂ કામગીરી પાર પાડી હતી.

આજે સવારે ૦૯:૪૨ કલાકે કંટ્રોલ રૂમમાં પ્રતીકભાઈ સોની દ્વારા ફોન કરી માધવ સ્ક્વેરના મેઈન મીટર બોક્સમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે મેઈન મીટર બોક્સમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો અસરગ્રસ્ત બન્યો હતો. સલામતીના ભાગરૂપે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો.
​​​​​​​
દરમિયાન બિલ્ડિંગની લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ ગયાની માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનોએ સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિને સહીસલામત બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. ફાયર બ્રિગેડ દ્વારા જરૂરી કામગીરી  કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application