દેવભૂમિ દ્વારકા: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પરિવાર સાથે દ્વારકાધીશ જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કર્યું
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સહપરિવાર દ્વારકાધીશ જગતમંદિરની મુલાકાત લીધી હતી. પવિત્ર યાત્રાધામ દ્વારકામાં તેમણે પરિવાર સાથે જગતપતિ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી. આ વિશેષ અવસરે મનસુખ માંડવિયા અને તેમના પરિવારજનોના હસ્તે જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ સંપન્ન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ધ્વજાજીનું પૂજન કરાયા બાદ મંદિરના ગગનચુંબી શિખર પર બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. આ દિવ્ય પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ દેશના કલ્યાણ અને પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી તેમજ ઠાકોરજીના ચરણોમાં સેવા અર્પણ કરી પોતાને ધન્ય માન્યા હતા. આ પાવન પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના સમગ્ર પરિવારજનો, મિત્રો, વડીલો તેમજ જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, મંદિર પરિસરમાં ઉપસ્થિત અગ્રણીઓ અને પૂજારી પરિવારે મંત્રીનું સ્વાગત કરી તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
