જામનગરના બેડેશ્ર્વરમાં ફુડ પોઇઝનીંગ, ૩૦થી વધુ લોકો હોસ્પિટલમાં
દોડધામ:એ-વન કેટરર્સમાં બીરયાની-નોનવેજ ભોજન કર્યા બાદ ખોરાકી ઝેરની અસર થતાં ઝાડા-ઉલ્ટી, આરોગ્ય શાખાએ ખાધ પદાર્થના નમૂના લીધા
રહેવાસીઓના જીવ તાળવે ચોંટયા: સદનસીબે કોઇની હાલત ગંભીર નહીં: અમુક અસરગ્રસ્તોને દવા આપી હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા
જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં ફુડ પોઇઝનીંગથી ભારે દોડધામ મચી ગઇ હતી. એ-વન કેટરર્સમાં ભોજન કર્યા બાદ ૩૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસરથી ઝાડા-ઉલ્ટી થતાં અસરગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. બનાવના પગલે રહેવાસીઓના જીવ તાળવે ચોંટયા હતાં. સદનસીબે કોઇની હાલત ગંભીર જણાઇ ન હતી.અમુક અસરગ્રસ્તોને ફકત દવા આપી હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાયા હતાં. બનાવના પગલે આરોગ્ય શાખાએ ખાઘ પદાર્થના નમૂના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલ્યા છે.
જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સમાંથી સોમવારે રાત્રીના બેડેશ્વર તથા આસપાસના વિસ્તારમાં રહેતા ૩૦થી ૩૫ જેટલા લોકોએ બિરયાની સહિતની અલગ અલગ નોનવેજ વાનગીઓ ખરીદી હતી. જેમાં ચિકન ટીક્કા, ચિકન લોલીપોપ સહિતની વાનગીઓનો સમાવેશ થાય છે. આ ભોજન લીધા બાદ બીજા દિવસે સવારે આશરે ૧૧ વાગ્યાના અરસામાં એક પછી એક લોકોને પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી સહિતની તકલીફો શ થતાં ફૂડ પોઈઝનિંગની અસર થયાનું ખૂલતા ભારે દોડધામ મચી ગઇ હતી. તબિયત લથડતાં અસરગ્રસ્તોને સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલ ઉપરાંત બેડેશ્વર વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ જે દર્દીઓની તબિયતમાં સુધારો થયો હતો તેમને તબક્કાવાર રજા આપવામાં આવી રહી છે. હાલ સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૧ જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે અને તેમની તબિયતમાં પણ ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. સદનસીબે કોઇની હાલત ગંભીર જણાઇ ન હતી.
બનાવની જાણ થતાં મનપાની ફુડ શાખાના અધિકારી નિલેશ પી. જાસોલીયા તથા તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કેટરર્સની જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખાદ્યપદાર્થોની જાળવણી અંગેની સ્થિતિ ચકાસવામાં આવી હતી. તપાસ દરમિયાન પ્રાથમિક તબક્કે અનહાઇજેનિક કન્ડિશન જોવા મળતાં ફૂડ વિભાગ દ્વારા આગામી નવો આદેશ ન થાય ત્યાં સુધી એ-વન બોમ્બે બિરયાની એન્ડ કેટરર્સને સીલ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તદઉપરાંત ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી ખાદ્યપદાર્થોના જુદા જુદા પાંચ નમૂના લીધા હતા. આ તમામ નમૂનાઓને પૃથક્કરણ તથા ગુણવત્તા ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલ બાદ ખાદ્યપદાર્થોમાંથી ફૂડ પોઈઝનિંગ થયું કે કેમ અને તેનું ચોક્કસ કારણ શું હતું તે અંગે વધુ સ્પષ્ટતા થશે. ફૂડ પોઈઝનિંગની ઘટનાને પગલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ તથા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
