જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના ઉચાપત કૌંભાડમાં તપાસ સમિતિની રચના

  • August 14, 2026 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના ઉચાપત કૌંભાડમાં તપાસ સમિતિની રચના 

સેશન્સ અદાલતના આદેશ બાદ રાજયના આરોગ્ય વિભાગની કાર્યવાહી

સંભવત: કોલેજના ડીન સહીત ત્રણ પોલીસ અધિકારીના નિવેદન લેવાશે 

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના ઉચાપત કૌંભાડમાં સેશન્સ અદાલતના આદેશ બાદ રાજયના આરોગ્ય વિભાગે તપાસ સમિતિની રચના કરી હોવાનું જાણવા મળ્યું છે. સંભવત: કોલેજના ડીન સહીત ત્રણ પોલીસ અધિકારીના નિવેદન પણ આગામી દીવસોમાં લેવામાં આવશે. 

જામનગરની સરકારી ડેન્ટલ કોલેજની રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી ડીનની સહીઓવાળા ૧૫ ચેક મારફત આશરે રૂ.૧.૩૬ કરોડની રકમ ઉપાડી કલાર્કે પોતાના ખાતામાં મેળવી અન્યત્ર ટ્રાન્સફર કરી નાખવાના ચકચારી કૌંભાડમાં આરોપી કલાર્કની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. જો કે, કર્લાકની જામીન અરજીના કાનૂની જંગ દરમ્યાન અદાલતે ડેન્ટલ કોલેજના ડીન અંગે શંકાસ્પદ મુદાઓ ટાંકી તપાસનીશ ત્રણ પોલીસ અધિકારી સામે પણ ટીપ્પણી કરી હતી. આ બાબતે કરેલી નોંધ રાજયના આરોગ્ય વિભાગના સચિવને મોકલવા પણ અદાલતે આદેશ કર્યો હતો. 

અદાલતના આદેશ બાદ રાજયના આરોગ્ય અને ગૃહ વિભાગને આ હુકમની નકલ મોકલવામાં આવી હતી. ત્યારબાદ રાજય સરકારના આરોગ્ય વિભાગે આ પ્રકરણમાં તપાસ સમિતિની રચના કરી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આગમી દીવસોમાં ડેન્ટલ કોલેજના ડીન અને તપાસનીશ ત્રણ પોલીસ અધિકારીના નિવેદન લેવામાં આવે તેવી શકયતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application