માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાએ જામનગરમાં આપી હાજરી

  • September 15, 2026 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડાએ જામનગરમાં આપી હાજરી 

​​​​​​​જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખના જન્મદીન તેમજ શ્રી સિઘ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના ઉદઘાટન સમારોહ અને રકતદાન કેમ્પમાં માજી મુખ્યમંત્રી, પ્રદેશ કોંગી પ્રમુખ સહીત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. શહેર કોંગી પ્રમુખ દીગુભા જાડેજા દ્વારા પોતાના જન્મદીન નિમિતે શ્રી સિઘ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટનો ભવ્ય ઉદઘાટન સમારોહની સાથે રકતદાન કેમ્પ યોજાયો હતો.
​​​​​​​આ પ્રસંગે આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડા, જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમ, રાજયના પૂર્વ મંત્રી હકુભા જાડેજા તથા પૂર્વ ઘારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા સહીતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતાં અને સેવાકીય પહેલને બિરદાવી હતી. રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઇ રકતદાન મહાદાનની ઉકિતને સાર્થક કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application