દ્વારકામાં ₹79.54 કરોડના ખર્ચે 4.49 કિમી લાંબો ફોરલેન બાયપાસ બનશે

  • November 14, 2026 06:26 PM 

દ્વારકામાં ₹79.54 કરોડના ખર્ચે 4.49 કિમી લાંબો ફોરલેન બાયપાસ બનશે

દેવભૂમિ દ્વારકામાં વધતા ટ્રાફિકની સમસ્યામાંથી મળશે રાહત!

ગુજરાત સરકાર દ્વારા દ્વારકામાં કિમી 0/0 થી 4/490 સુધી ચાર માર્ગીય બાયપાસ રોડનું નિર્માણ હાથ ધરાયું.

પ્રોજેક્ટનો ખર્ચ: ₹79.54 કરોડ
બાયપાસની લંબાઈ: 4.49 કિમી
નિર્માણ એજન્સી: શ્રીજી ઇન્ફ્રાસ્પેસ પ્રા.લિ., અમદાવાદ
કામ શરૂ થયાની તારીખ: 29 ઓક્ટોબર 2026
કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા: 28 એપ્રિલ 2028

બાયપાસમાં સીસી રોડ, આધુનિક સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ફૂટપાથ, સ્ટ્રીટ લાઇટ, ગ્રીન બેલ્ટ અને આધુનિક ટ્રાફિક સુરક્ષા વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે.

બાયપાસ શરૂ થયા બાદ દ્વારકાના આંતરિક વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટશે. ખાસ કરીને તહેવારો અને ધાર્મિક પ્રસંગોએ આવતા લાખો યાત્રાળુઓ તથા પ્રવાસીઓને અવરજવરમાં મોટી સુવિધા મળવાની આશા.

દ્વારકાના માળખાકીય વિકાસમાં ઉમેરાશે વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application