જામખંભાળીયા ટાઉનમાં જુગારના અખાડામાંથી મહિલા સહિત સાતની અટક
એલસીબીનો દરોડો : ૩.૮૫ લાખનો મુદામાલ કબ્જે : એક ફરાર
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ શ્રાવણ માસમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃતી કરતા ઇસમો ઉપર સખ્તાઇથી કાર્યવાહી કરવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.નાઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી તથા પોલીસ સબ ઇન્સ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે ઉપરોક્ત બાબતે કાર્યરત હતા.
દરમ્યાન એલ.સી.બી.ના એએસઆઈ મસરીભાઇ ભારવાડીયા, કિશોરભાઇ નંદાણીયા નાઓને અગાઉથી સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે, "દિલીપગર ભિમગર ગોસાઇ જાતે.બાવાજી રહે.એસ.ટી.રોડ,વૃંદાવન નર્સરીની બાજુમાં ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા વાળા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંકે બહારથી માણસો ભેગા કરી, લાઇટ પાણી અને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી નાલ ઉઘરાવી ગંજીપત્તાના પાના તથા પૈસા વતી નસીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી-રમાડી જુગારનો અખાડો ચલાવે છે."તેવી હકીકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ નામવાળાઓને અખાડામાં જુગાર રમતા પકડી પાડી, પો.સબ ઇન્સ. શ્રી એમ.આર.સવસેટા નાઓએ ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રેકર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓમાં દિલીપગર ભિમગર ગોસાઇ રહે.એસ.ટી.રોડ, વૃંદાવન નર્સરીની બાજુમાં ખંભાળીયા (અખાડો ચલાવનાર) તથા સુરેશભાઇ હમીરભાઇ સીંધવ રહે સીકકાગામ, ગોકુલપરી સોસાયટી, લખમણભાઇ લાખાભાઇ સંધીયા રહે સીકકાગામ, ભગવતી સોસાયટી, કારાભાઇ માણસીભાઇ પતાણી રહે સીકકાગામ, ગોકુલપરી સોસાયટી, જયદીપસીંહ જયેન્દ્રસીંહ ચુડાસમા રહે સીકકાગામ, ભગવતી સોસાયટી, વનરાજસીંહ જગદીશસીંહ જાડેજા રહે મુંગણીગામ, નીતાબેન કમલેશગીરી ગોસ્વામી રહે એસ.ડી. ડેપો પાસે,કુંભાર પાડો ખંભાળીયાનો સમાવેશ થાય છે જયારે કરશનભાઇ સોમાભાઇ વાઘેલા રહે.સીક્કાગામ, ગોકુલપરી સોસાયટીને ફરાર જાહેર કર્યો હતો. કબ્જે કરેલ મુદામાલમાં ૫૦૮૦૦ રોકડા, ૭ મોબાઇલ, ૧ કાર મળી કુલ ૩.૮૫.૮૦૦નો સમાવેશ થાય છે.