દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં ૨૭ ઝડપાયા
અલગ અલગ સ્થળેથી રોકડ, મોબાઇલ અને વાહન કબ્જે કરતી પોલીસ
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે રવિવારે કરેલી જુગાર દરોડા અંગેની કાર્યવાહીમાં ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પ્રફુલસિંહ મોતીભા જાડેજા, પ્રવિણસિંહ અમરસિંહ જાડેજા, અર્જુનસિંહ ધીરુભા જાડેજા અને સંજયસિંહ ધીરુભા જાડેજા નામના ચાર શખ્સોને ઝડપી લઇ, રૂ. ૩૦,૫૦૦ ની રોકડ રકમ, રૂ. ૪૦ હજારની કિંમતના ચાર મોબાઈલ ફોન અને રૂ. ૨૦,૦૦૦ ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂ. ૯૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કલ્યાણપુર પોલીસની કાર્યવાહીમાં કલ્યાણપુરથી આશરે ૧૬ કિલોમીટર દૂર હડમતીયા ગામે આવેલી નદીના કાંઠે બેસીને રાત્રિના આશરે સવા બે વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાલા નગા આંબલીયા, રાજશી જેઠા આંબલીયા, જેઠા વજસી વરુ, નિતેશ ભીખા લગારીયા, વજસી પરબત આંબલીયા, કરશન વેજાણંદ વરુ, નિલેશ દેવા વરુ અને રામ રામદે લુવા નામના આઠ શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂ. ૫૨,૨૦૦ રકમ, રૂ. ૧૩,૦૦૦ ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન અને રૂ. ૬૦ હજારની કિંમતના ચાર મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૧૨૫,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભાણવડ પોલીસે ફોટડી ગામના સીમ વિસ્તારમાંથી ગંજીપાના વડે જુગાર રમતા હેમત માલદે બેરા, કરસન મારખી બેરા, કેશુ ધીરુ બેરા, લાખા દેવશી બેરા અશોક મારખી વાઢીયા અને પબા કરશન ગાગીયાને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧,૦૭,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
અન્ય એક કાર્યવાહીમાં ભાણવડ તાલુકાના શિવા ગામના વાડી વિસ્તારમાંથી પ્રવીણ જેતા જોગલ અને સેજા હમીર મકવાણાને પોલીસે જુગાર રમતા રૂ. ૨૪૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મીઠાપુર પોલીસની કાર્યવાહીમાં ભીમરાણા ગામેથી રાત્રિના આશરે ૧૨:૩૦ વાગ્યે ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જીણા બિજલ ચૌહાણ, ધનજી જીવરાજ વાઘેલા, બાબુ પોલા ચૌહાણ, છગન ગોવા ચૌહાણ, લખમણ જગમાલ ચૌહાણ, અજય મંગા ચૌહાણ અને શરીફાબેન બાબુભાઈ મકવાણા નામની સાત વ્યક્તિઓને પોલીસે ઝડપી લઇ, કુલ રૂ. ૨૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
