દ્વારકા: ભાણવડમાં ગેરકાયદે ગેસ રીફીલીંગનું કારસ્તાન : એકની અટક

  • September 24, 2026 01:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: ભાણવડમાં ગેરકાયદે ગેસ રીફીલીંગનું કારસ્તાન : એકની અટક

દ્વારકા એસઓજીની ટીમ ત્રાટકી : બાટલા સહિતની સામગ્રી કબ્જે

નિર્લીપ્ત રાય, નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ તથા  જયરાજસિંહ વાળા, પોલીસ અધિક્ષક, દેવભૂમિ દ્વારકા દ્વારા હાલમાં ચાલી રહેલ ગેસના બાટલાઓની અછતનો ગેરલાભ ઉઠાવી ગેરકાયદેસર રીતે ગેસના બાટલાઓમાં રીફલીંગ કરી અને ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ તેમજ જાહેર જીવન જોખમમાં મુકી ગેર કાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થો/વિસ્ફોટ થઇ શકે તેવી સામગ્રીની હેરાફેરી, સંગ્રહ કરનાર ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી વી.એ.રાણા, પોલીસ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તથા શ્રી વી.એન.શીંગરખીયા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા નાઓને જરૂરી સૂચનો આપેલ.
જે અંતર્ગત તારીખ ૨૩/૦૯/૨૦૨૬ના રોજ એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાના પોલીસ સ્ટાફ જેમાં એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, દેવેન્દ્રસિંહ  જાડેજા, ભીખાભાઈ ગાગીયા, ચીરાગસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નિતેશભાઇ સાદીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સુમાતભાઈ ભાટીયા એ રીતેના પોલીસ સ્ટાફ એસ.ઓ.જી. લગત કામગીરી સબબ ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

 જે દરમયાન સંયુક્તમાં ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે, ભાણવડ, ઘુમલી રોડ, દુધેશ્વર મંદિરની સામે બટુકભાઇ જમનાદાસ ઠકરાર નામનો વ્યક્તિ પોતાના મકાનના ખુલ્લા ફળીયામાં જાહેરમાં ગેરકાયદેસર રીતે ગેસના ભરેલ બાટલામાંથી ગેસના ખાલી બાટલામાં રીફલીંગ કરી તેનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે જે બાતમી હકિકત આધારે સદરહું જગ્યાએ જઇ તપાસ કરતા બટુકભાઇ જમનાદાસ ઠકરાર, ઉ.વ.૫૧, ધંધો-વેપાર (પાન મસલાની દુકાન), રહે. ભાણવડ, દરીયા સ્થાન ચોક, દરજી શેરી, તા.ભાણવડ, જી.દેવભૂમિ દ્વારકા વાળો કોઇપણ શેફ્ટીના સાધનો વિના ગેસના ભરેલ બાટલામાંથી ઈલેક્ટ્રીક મોટર સાથે જોડેલ કમ્પ્રેસરમાં ત્રણ રબરની પાઈપ લગાવી અને તે ત્રણેય પાઈપના એક છેડે રેગ્યુલેટ તથા લોખંડની નોઝલ ફીટ કરી ઘર વપરાશ માટેના ગેસના ભરેલ બાટલામાંથી કોમર્શીયલ ખાલી નાના બાટલામાં ગેસ ભરવાનું કામ કરતા હતો.
​​​​​​​
જેથી જગ્યાએથી ૪ ગેસના બાટલાઓ તથા ઇલેકટ્રીક મોટર કબજે કરવામાં આવેલ અને મજકુર ઈસમ પાસે પુરવઠા અધિકારી તરફથી આપવામાં આવતુ લાયસન્સ, બાટલો રીફલીંગ કરવા બાબતે લાયસન્સ કે ગેસના બાટલામાંથી કોર્મશીયલ બાટલાઓમાં રીફલીંગ કરવાના સક્ષમ અધિકારીના પાસ પરવાના વગર જાહેરમાં આગ અથવા સળગી ઉઠે તે રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેસનું રીફીલીંગ કરી વેચાણ કરવા માટેનુ ગેરકાયદેસર કૃત્ય કરી જાહેર જીવન જોખમમાં મુકવા અંગેનો ગંભીર ગુન્હો કરેલ હોય જેથી ઈસમના કબજામાંથી કિ.રૂ.૧૭,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ની કલમ ૨૮૭ તથા વિસ્ફોટક અધિનિયમ - ૧૮૮૪ની કલમ ૯(બી)(૧)(બી) મુજબ ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application