દ્વારકા: ભંડારિયા આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય સ્તરે NQAS એવોર્ડ
સરપ્રાઈઝ ફિઝિકલ એસેસમેન્ટમાં ૯૩ ટકા ગુણ મેળવી ઉત્તમ કામગીરી
આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓના ધોરણોની ચકાસણી માટે રાષ્ટ્રીય કક્ષાએ યોજાતા NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એસેસમેન્ટમાં ખંભાળિયા તાલુકાના બજાણા આરોગ્ય કેન્દ્ર હેઠળના ભંડારિયા આયુષ્માન આરોગ્ય મંદિરએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
ભંડારિયા આયુષ્માન આરોગ્ય મંદિરનું પ્રથમ તબક્કે વર્ચ્યુઅલ માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા કોઈ પૂર્વ જાણકારી વિના સ્થળ પર ફિઝિકલ એસેસમેન્ટ હાથ ધરવામાં આવ્યું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન કેન્દ્રએ વિવિધ આરોગ્યલક્ષી માપદંડોમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી ૯૩ ટકા ગુણ મેળવ્યા હતા.
આ સિદ્ધિ બદલ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ભંડારિયા આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. જેમાં ઈઇંઘ રમીલાબેન ચુડાસમા, ખુશ્બુ મારુ, રમેશ પિંડારિયા ઉપરાંત કેન્દ્રને માર્ગદર્શન અને સહયોગ આપનાર તમામ મેન્ટર તથા સભ્યોની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૦ આયુષ્માન આરોગ્ય કેન્દ્રો ગચઅજ એવોર્ડ પ્રાપ્ત કરી ચૂક્યાં છે. ભંડારિયા કેન્દ્રની આ સિદ્ધિથી જિલ્લામાં ગુણવત્તાસભર અને લોકકેન્દ્રિત આરોગ્ય સેવાઓને વધુ વેગ મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
