અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા ગુજરાતના રામભક્તો માટે રાજ્ય સરકારની સોનેરી ભેટ
અયોધ્યામાં ગુજરાતના પ્રવાસીઓ માટે રૂ. ૮૦.૨૫ કરોડના ખર્ચે અત્યાધુનિક 'યાત્રી નિવાસ'નું નિર્માણ કરાશે
યાત્રી નિવાસમાં ૩૦૮ બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ અને ૮૬૪ સીટીંગ કેપેસીટીનો વિશાળ હોલ ઉપલબ્ધ કરાશે
ગુજરાતમાંથી અયોધ્યા દર્શનાર્થે જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સર્વશ્રેષ્ઠ સુવિધા, આતિથ્ય અને દિવ્ય અનુભવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય યાત્રી નિવાસ તૈયાર કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અયોધ્યા ખાતે નિર્માણાધીન ટાઉનશીપમાં કુલ ૬૯૨૯.૨૮ વર્ગ મીટર જમીન વિસ્તારમાં રૂ. ૮૦.૨૫ કરોડના ખર્ચે ભવ્ય ‘યાત્રી નિવાસ’ સુવિધા વિકસાવવામાં આવશે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહેલા આ અત્યાધુનિક યાત્રી નિવાસમાં ૩૦૮ બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ અને ૮૬૪ સીટીંગ કેપેસીટીવાળો વિશાળ હોલ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત રિસેપ્શન સેન્ટર, વિઝીટર લાઉન્જ, સોવેનીયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડીટોરિયમ, મીટીંગ રૂમ, ડાઈનીંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી અધતન સુવિધાઓથી આ સંકુલ સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી એક વર્ષમાં આ યાત્રી નિવાસ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ષ ૨૦૨૪ માં અયોધ્યા ખાતે રામચંદ્રજી ભગવાનના નવસર્જિત ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને રામભક્તો દર્શનાર્થે પધારી રહ્યા છે. શ્રદ્ધાળુઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પ્રવાસન ક્ષેત્રે ગૌરવવંતી પહેલ કરી છે.
ગુજરાત સરકારની આ જનકલ્યાણ અને શ્રદ્ધા-કેન્દ્રિત પહેલથી અયોધ્યા આવતા ગુજરાતના પ્રવાસીઓ માટે ઘર જેવી સુખ-સુવિધા સુનિશ્ચિત થશે. આ યાત્રી નિવાસ માત્ર એક આવાસ નથી પરંતુ ગુજરાત અને અયોધ્યા વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેતુને વધુ મજબૂત બનાવનારું ઉત્કૃષ્ટ પ્રતીક બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
