જામનગર: શનિવારે ભારત-પાક વચ્ચે ફાઇનલની ટક્કર: સેમીમાં ભવ્ય જીત
એશિયન ગેમ્સમાં વુમન ટીમે ગોલ્ડ મેડલ અપાવ્યા બાદ હવે મેન્સ ટીમ પણ લાવશે ગોલ્ડ મેડલ તેવી આશા: શ્રીલંકાને માત્ર ૪પ રનમાં તંબુ ભેગું કરી દીધું: હવે ફાઇનલમાં થશે હાઇ વોલ્ટેજ મુકાબલો
વિશ્ર્વભરના ક્રિકેટપ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે ભારત-પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટનો વધુ એક મુકાબલો નિશ્ર્ચિત થઇ ગયો છે, આજે શ્રીલંકાને સેમીફાઇનલમાં આસાનીથી પરાજીત કરીને ભારતની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે, પાકિસ્તાન પહેલેથી જ ફાઇનલમાં આવી ચૂક્યું છે, એટલે તા. ૩ શનિવારના રોજ ભારતીય મેન્સ ટીમના નરબંકા વધુ એક ગોલ્ડ મેડલ અપાવવા માટે પાકિસ્તાનને કચડી નાખશે તેવી આશા ક્રિકેટપ્રેમીઓ સેવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે, ઇતિહાસમાં આઇસીસીની વર્લ્ડ કપ, ટી-૨૦ વર્લ્ડ કપ સહીતની જેટલી મોટી ટુર્નામેન્ટ રમાય છે તેમાં એકપણ વખત પાકિસ્તાનની ટીમ ભારત સામે જીતી શકી નથી, બંને ટીમની તુલના કરીએ તો ભારતીય ટીમનો હાથ અત્યારથી જ ઉપર દેખાય છે. અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, શિવમ દુબે બેટીંગનો મોરચો સંભાળીને પાક બોલરોની ધોલાઇ કરવા માટે પૂરા સક્ષમ છે, તો બીજી તરફ જસપ્રીત બુમરાહ અને ભારતીય સ્પીન એટેક સામે અત્યારે કોઇ ટીમ ટકી શકે નહીં એવી ધારદાર બોલીંગ છે.
આમ પણ ભારત સામે આઇસીસીની ટુર્નામેન્ટમાં કોઇપણ મેચ નહીં જીતી શકવાના પ્રેસર સાથે પાકિસ્તાની ટીમ ઉતરશે અને સામે આત્મવિશ્ર્વાસથી ભરપૂર શ્રેયસ અય્યરની ટીમ ધાર્યું પરિણામ લાવી શકશે તેમ વિશ્ર્લેષકો જોઇ રહ્યા છે.
એેશિયન ગેમ્સમાં ભારતીય વુમન ક્રીકેટ ટીમે દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો અને હવે ભારતની મેન્સ ટીમ પણ ટી-૨૦ના હાઇવોલ્ટેજ મુકાબલામાં અજય થઇને ગોલ્ડમેડલ પ્રાપ્ત કરશે તેવી આશા બધાને છે.
જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સની ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે સેમીફાઇનલ યોજાયો હતો. જેમાં પ્રથમ ટોસ જીતીને શ્રીલંકાએ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે તદન નિષ્ફળ ગયો હતો, સેમીફાઇનલમાં ભારતે જોરદાર બેટીંગ કરીને ૧૬૯ રન ફટકાર્યા હતા, તેની સામે માત્ર ૪૫ રનમાં જ શ્રીલંકાનું ફીંડલુ વળી ગયું હતું અને ભારતે એશિયન ગેમ્સના ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
આજે એશિયન ગેમ્સની ક્રિકેટ લીગમાં ભારત અને શ્રીલંકા વચ્ચે યોજાયેલ સેમીફાઇનલમાં પ્રથમ શ્રીલંકાએ ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટીંગમાં ભારતે ૧૬૯ રન બનાવ્યા હતા જેની સામે ૭ વિકેટ પડી હતી. જેમાં વૈભવ સુર્યવંશીએ ૩૮, અને ઇશાન કિશન માત્ર ૪૬ બોલમાં પ છગ્ગા અને ૪ ચોગ્ગા ફટકારીને નાબાદ ૮૦ રન ફટકારીને શ્રીલંકાને ૧૭૦ રન ટારગેટ આપ્યો હતો.
તેની સામે બીજા દાવમાં શ્રીલંકા માત્ર ૪૫ રનમાં જ ઓલઆઉટ થઇ હતી, જેમાં ફર્નાન્ડોએ ૧૫ રન, તેમજ બાકીના નવ બલ્લેબાજોએ માત્ર સીંગલ ડીજીટમાં જ આઉટ થયા હતા તેમજ તે નવમાંથી પાંચ બલ્લેબાજો એવા હતા કે જેમણે ખાતુ પણ ખોલ્યુ ન હતું. બોલીંગમાં ભારતના બોલરોએ જોરદાર પ્રદર્શન કરીને ટીમને ફાઇનલમાં પહોંચાડી છે. જેમાં બુમરાએ ૨, અક્ષરે ૨, અભિષેકે ૨, તેમજ સુંદરે ૧ વિકેટ ઝડપી હતી. આગામી તા.૩ના રોજ પાકિસ્તાન અને ભારત વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે જેમાં લગભગતો ભારતની જીત નિશ્ર્ચિત જ હશે. જીતનારી ટીમને એશિયન ગેમ્સ ક્રિકેટ લીગનો ગોલ્ડ મેડલ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
