જામનગર: ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.૪૦૦ લાખના ખર્ચે નિર્મિત થનાર વાંકીયા-ખંભાલિડા રોડનું ખાતમુહૂર્ત કરાયું
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા વાંકીયાથી ખંભાલિડા માર્ગની સપાટી સુધારણા અને નવીનીકરણની કામગીરીનું ધારાસભ્ય રાઘવજી પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વાંકીયાથી ખંભાલિડા રોડ એ ૭.૦ કિલોમીટરની લંબાઈ ધરાવતો અત્યંત મહત્વનો રસ્તો છે. આ રસ્તો ખંભાલિડા અને વાંકીયા ગામને જોડવાની સાથે તાલુકા મુખ્ય મથકે જવા માટે પણ મુખ્ય માર્ગ પૂરો પાડે છે. લાંબા સમયથી આ રસ્તાની સપાટી અતિશય ખરાબ થઈ ગઈ હોવાથી ગ્રામજનો તથા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
રસ્તાની સપાટી સુધારણા અને નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૪૦૦.૦૦ લાખ રકમનો જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે. આ કામગીરી હેઠળ ડામર કામ, ૮૭૦ મીટર સી.સી. રોડ, પ્રોટેક્શન વોલ, ક્રેશ બેરિયર તેમજ રોડ ફર્નિચર વગેરે જેવી જરૂરી કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ, જામનગરના કાર્યપાલક ઈજનેર કે.બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઈજનેર આર.આર. મુલિયાણા દ્વારા આ કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે અને ઝડપથી પૂર્ણ થાય તેવું આયોજન કરાયું છે. આ રસ્તાનું કામ પૂર્ણ થતાં જ ખંભાલીડા અને વાંકીયા ગામના લોકો તેમજ ધ્રોલ તરફ આવતા-જતા તમામ વાહનચાલકોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
