જામનગર જિલ્લાના કેટલાક ગામોમાં મીલીપેડ ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ જીવાત માણસ જાત પશુ કે ખેતીના પાકોને નુકસાન કરતી નથી. પરંતુ વધારે ઉપદ્રવ હોય તો તેના નિયંત્રણ માટે ખેતીવાડી અધિકારી જામનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
માર્ગદર્શિકા મુજબ આ જીવાતનો ખોરાક કહેવાતા પદાર્થો છે. આ જીવાત ઘાસના ઢગલા, પાંદડાના ઢગલા, કચરો, કોહવાતા પદાર્થો, સડતા લાકડા વગેરે ઘરની આજુબાજુથી દૂર કરવા અથવા સળગાવી નાશ કરવો, ભેજ દૂર કરવો, ઘરના બારી બારણા બંધ રાખવા, તિરાડો કે કાણા પૂરી દેવા, ઘરની દીવાલોમાં ત્રણ ફૂટ સુધી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, મીઠાના દ્રાવણનો છંટકાવ કરવો.
જો વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક નિયંત્રણ માટે સાયપર મેથ્રીન ૨૫ મિ.લી., ફ્લોરપાયરી ફોસ ૫૦ મિ.લી., કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૧૦ ગ્રામ આ ત્રણેય દવા ૧૫ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકેઃ ગોલ્ડમેન સેશની મોટી ચેતવણી
September 08, 2026 06:29 PMજામનગર: નયારા એનર્જી દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા પાથમેકર્સ પહેલનો પ્રારંભ
September 08, 2026 06:14 PMપીએમ મોદી ટિપ્પણી કેસમાં રાહુલ ગાંધીને હાઈકોર્ટનો ઝટકો, 2019ના સમન્સ રદ કરવાનો ઇનકાર
September 08, 2026 06:01 PM50 વર્ષની ઉંમરે મળશે 97 લાખ રૂપિયા પગાર, આ બેંકમાં નીકળી ભરતી
September 08, 2026 05:56 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
