જામનગર: આલેલે..જામ્યુકોને પુન: ખાદીભંડારથી દરબારગઢ સુધી રેંકડી, પથારા દેખાયા..!
મનપાની એસ્ટેટ શાખાએ ટ્રાફીકમાં નડતરરૂપ રેંકડીઓ અને પથારા કબ્જે કર્યા
ધંધાર્થીઓમાં ભારે અફડાતફડી, સમસ્યાના કાયમી ઉકેલમાં તંત્રને રસ નથી
જામનગર મહાનગરપાલીકાને આજે પુન: ખાદીભંડારથી દરબારગઢ સુધી રેંકડી અને પથારાના દબાણ દેખાતા ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. મનપાની એસ્ટેટ શાખાએ ટ્રાફીકમાં નડતરરૂપ રેંકડી અને પથારા કબ્જે કર્યા હતાં. આથી ધંધાર્થીઓમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. પરંતુ આ સમસ્યાના કાયમી ઉકેલમાં તંત્રને રસ ન હોય કેન્સરની જેમ વકરતી જાય છે.
જામનગરમાં ખાદીભંડારથી દરબારગઢ સર્કલ સુધીના માર્ગ પર રેંકડી,પથારા તથા આડેધડ વાહનના પાર્કીંગથી ટ્રાફીકની સમસ્યા માથાના દુ:ખાવાપ બની છે. બીજી બાજુ ગંદકી અને કચરાની સમસ્યાએ પણ માઝા મૂકી છે. મહાપાલીકા દ્વારા શહેરને કચરામુકત કરવા માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખાદીભંડારથી દરબારગઢ સર્કલ સુધીના માર્ગ પર રેંકડી, પથારાની સમસ્યા નવી નથી. વર્ષોથી આ સમસ્યા હોય કેન્સર સમાન બની છે. નવાઇની વાત તો એ છે કે, આ સમસ્યાથી મનપાના ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ વાકેફ છે. પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઇ કાયમી નિરાકરણ કે નકકર ઉકેલ આવ્યો નથી. મનપા દ્વારા છાશવારે આ માર્ગ પરથી રેંકડી, પથારા ઉપાડી સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે ગુરૂવારે મનપાની એસ્ટેટ શાખાને ખાદીભંડારથી દરબારગઢ સુધી વધુ એક વખત રેંકડીઓ અને પથારાથી સમસ્યા સર્જાતી હોવાનું દેખાયું હતું. આથી કાર્યવાહી હાથ ધરી માર્ગ અને ટ્રાફીકમાં નડતરરૂપ રેંકડી અને પથારા કબ્જે કરતા ધંધાર્થીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી. પરંતુ આ સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર લાવી શકતું નથી કે રસ નથી તે આજની તારીખે પણ વણઉકેલ કોયડો અને તપાસનો વિષય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
