હાપા–નાહરલાગુન એક્સપ્રેસ હવે નિયમિત ટ્રેન: 23 સપ્ટેમ્બરથી કાયમી સેવા શરૂ

  • August 20, 2026 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાપા–નાહરલાગુન એક્સપ્રેસ હવે નિયમિત ટ્રેન: 23 સપ્ટેમ્બરથી કાયમી સેવા શરૂ

પશ્ચિમ રેલવેનો નિર્ણય, રાજકોટ સહિત અનેક સ્ટેશનોને ફાયદો. AC, Sleeper અને General કોચની સુવિધા ઉપલબ્ધ

જામનગરના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા હાપા અને નાહરલાગુન વચ્ચે વિશેષ ભાડા પર દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે કાયમી નિયમિત ટ્રેન તરીકે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રેલવેના જણાવ્યા અનુસાર, 23 સપ્ટેમ્બર 2026 થી આ સેવા નિયમિત રીતે શરૂ થશે.

ટ્રેનનો સમય અને નંબર:
- ટ્રેન નંબર 19525 હાપા–નાહરલાગુન એક્સપ્રેસ દર બુધવારે રાત્રે 00:40 કલાકે હાપાથી ઉપડશે અને શુક્રવારે બપોરે 16:00 કલાકે નાહરલાગુન પહોંચશે.
-ટ્રેન નંબર 19526 નાહરલાગુન–હાપા એક્સપ્રેસ દર શનિવારે સવારે 09:40 કલાકે નાહરલાગુનથી ઉપડશે અને મંગળવારે રાત્રે 00:15 કલાકે હાપા આવશે.

સ્ટોપ અને સુવિધા:
-આ ટ્રેન બંને દિશામાં રાજકોટ સહિત અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાશે. 
-ટ્રેનમાં મુસાફરો માટે AC 2-Tier, AC 3-Tier, Sleeper Class અને સામાન્ય દ્વિતીય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.

રેલવે દ્વારા ગાડી સંખ્યા 19525/19526 માં 4 જનરલ કોચના સ્થાને 4 રિઝર્વેશન કોચ પણ જોડવામાં આવશે.

આ નિયમિત સેવા શરૂ થવાથી ગુજરાત અને પૂર્વોત્તર ભારત વચ્ચેની રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેવી આશા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application