શનિ-રવિમાં હાલારમાં હીટવેવની આગાહી: મતદાન સમયે લોકો થશે પરેશાન

  • April 23, 2026 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શનિ-રવિમાં હાલારમાં હીટવેવની આગાહી: મતદાન સમયે લોકો થશે પરેશાન


હવામાન ખાતાએ ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન વધશે તેવી ભીતિ દર્શાવતા લોકોમાં ચિંતા: આજ સવારથી ગરમી શરૂ


જામનગર સહિત સમગ્ર હાલારમાં સૂર્યદેવતા ધીરે ધીરે કોપાયમાન થઇ રહ્યા છે, ખાસ કરીને શુક્રથી રવિ એટલે કે ૩ દિવસ સુધી મહત્તમ તાપમાન વધશે તેવી ભીતિ દર્શાવી છે, ત્યારે લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, આજ સવારથી ગરમી શરૂ થઇ છે, જો કે જામનગર માટે એ લાભદાયક છે કે સવાર-સાંજ થોડી ઠંડક રે છે. તા. ર૬ ના રોજ મતદાન થવાનું છે ત્યારે ગરમી વધશે અને હીટવેવ થશે તેવી આગાહી કરવામાં આવી છે.


સમગ્ર સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, લાઠી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અગનગોળા વરસી રહ્યા છે કયાંક તો તાપમાન ૪૦ ડીગ્રીને પાર કરી ગયું છે. સતત ચાર ચાર દિવસ સુધી રાજકોટમાં ૪૧ થી ૪૨ ડીગ્રી તાપમાન રહ્યું હતું અને આગામી દિવસોમાં મહતમ તાપમાનનો પારો વધુ આકરો થશે.


કલેકટર કચેરીનાં કંટ્રોલનાં જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૪.૬ ડીગ્રી, ઓછામાં ઓછુ ર૪ ડીગ્રી,  હવામાં ભેજ ૭૨ ટકા, પવનની ગતિ ૨૦ થી ૨૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. 


તંત્ર દ્વારા ગરમી વધે તો શું કરવું તે અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જિલ્લા કલેકટરે દ્વારકા ડિસ્ટ્રીકટ હીટ એકશન, ટાસ્ક ફોર્સની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આરોગ્યને લગતી વિપરીત અસરથી બચવા ભારપુર્વક જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત જાહેર સ્થળોએ પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવા પણ જણાવાવમાં આવ્યું હતું. આમ, ગરમીથી બચવા હાલારમાં સરકાર દ્વારા પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.  ચુંટણીના દિવસે તા.૨૬ના દિવસે પણ હવામાન ખાતાએ હિટવેવની આગાહી કરી છે જેના કારણે મતદાન ઓછુ થવાની શકયતા છે. સામાન્ય રીતે કોર્પોરેશનની ચુંટણીમાં મતદાન ૫૦ ટકા આસપાસ રહે છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application