જામનગરમાં ધણશેરીની ખાડમાં નર્કાગારની સ્થિતિ, વેપારીઓ આગબબૂલા

  • September 16, 2026 03:43 PM 

જામનગરમાં ધણશેરીની ખાડમાં નર્કાગારની સ્થિતિ, વેપારીઓ આગબબૂલા

​​​​​​​જામનગરમાં ત્રણબતી વિસ્તારમાં આવેલી ધણશેરીની ખાડમાં ગંદકી અને ગટરો ઉભરાતા નર્કાગારની સ્થિતિ પ્રર્વતી રહી હોય વેપારીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે. આ વિસ્તારમાં નિયમિત સફાઇના અભાવે આ સમસ્યા માથાના દુ:ખાવા‚પ બનતા વેપારી અને દુકાનદારોને હીજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ વિસ્તારોમાં દુકાનો અને ઓફીસો ધરાવતા વેપારી તથા દુકાનદારો નિયમતિ વેરો ભરતા હોવા છતાં પાયાની સફાઇની સુવિધા ન મળતા શું આ વિસ્તાર મહાનગરપાલીકામાં આવતો નથી તે સળગતો સવાલ ઉઠયો છે. નવાઇની વાત તો એ છે કે આ સમસ્યાના નિરાકરણ માટે વેપારીઓ મહાનગરપાલીકામાં ફરિયાદો કરીને રીતસર થાકી ગયા છે. પરંતુ આ ફરિયાદોનો મનપા દ્વારા સરેઆમ ઉલાળીયો  કરવામાં આવ્યો છે. બીજી બાજુ મનપાના જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની નિંદ્વામાં પોઢી રહ્યા હોય ઘણશેરીની ખાડમાં ગંકદીની સમસ્યાએ માઝા મૂકી છે. આથી રોગચાળાનો ખતરો પણ ઉભો થયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application