આતંકી હુમલા સામે સ્થાનિક તંત્રની સજ્જતા વધુ સુદૃઢ કરવા જામનગર એરપોર્ટ ખાતે હાઈ-લેવલ 'મોકડ્રીલ' યોજાઈ
ચેતક કમાન્ડો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું
ચેતક કમાન્ડો દ્વારા એરપોર્ટ ખાતે ૪ આતંકવાદીઓનો ખાતમો કરી તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા
જામનગર તા.૦૨ સપ્ટેમ્બર, જામનગર શહેરના અતિ સંવેદનશીલ એવા જામનગર એરપોર્ટ ખાતે આતંકવાદ વિરોધી 'મોકડ્રીલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કવાયત દ્વારા સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રએ સંભવિત કટોકટી સામે પોતાની સજ્જતા અને ત્વરિત પ્રતિસાદનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
આ ઓપરેશનમાં જામનગર એરપોર્ટ પરિસરમાં ૪ આતંકવાદીઓ દ્વારા હુમલો કરી નાગરિકોને બાન પકડવાની સ્થિતિનો ડમી સિનારીયો ઊભો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ચેતક કમાન્ડો, પોલીસ તંત્ર અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા સમગ્ર એરપોર્ટ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. જાનમાલને કોઈ જ નુકશાન ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક બુલેટ પ્રુફ વાહનો, ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ સહિતના અદ્યતન સાધનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આતંકી ઘટના અંગેનો મેસેજ મળતાની સાથે જ ગણતરીની મિનિટોમાં તમામ સંબંધિત વિભાગોના કાફલાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
વ્યૂહાત્મક રીતે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો તથા કમાન્ડો દ્વારા અત્યંત કુશળતાપૂર્વક આતંકી કાવતરું નિષ્ફળ બનાવી તમામ ૪ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા અને તમામ બંધકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા તથા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ ઓપરેશન કમાન્ડર કીર્તિદેવસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલા તથા પંડ્યા, એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર ચૌધરી વગેરે દ્વારા પોલીસ, આરોગ્ય, ફાયર, પી.જી.વી.સી.એલ., સિવિલ ડિફેન્સ, મરીન કમાન્ડો, બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોડ સહિતના તમામ વિભાગો વચ્ચે ગણતરીની ઘડીઓમાં સંકલન સાધવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે યોજાયેલી આ મોકડ્રીલ થકી સુરક્ષા વ્યવસ્થાની ગહન ચકાસણી કરાઈ હતી અને વિવિધ એજન્સીઓ વચ્ચેના તાલમેલને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો હતો. આ સફળ તાલીમ દ્વારા જામનગર જિલ્લા વહીવટી તંત્રએ સાબિત કર્યું કે તેઓ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.
નાકામ આતંકી ષડયંત્ર અને સફળ કમાન્ડો ઓપરેશન:
આતંકવાદીઓએ બંધકોને સહી સલામત મુક્ત કરવાના બદલે પોતાના દેશ જવા માટે પ્લેનની સુવિધા, જેલમાં બંધ તેમના ત્રણ સાથીઓને મુક્ત કરવાની અને રોકડ રકમની માંગણી મૂકી હતી. જોકે, ચેતક કમાન્ડો, સ્થાનિક પોલીસ અને તંત્રના સંયુક્ત તથા કુશળ વ્યુહાત્મક ઓપરેશનના પરિણામે આ તમામ આતંકવાદીઓને સ્થળ પર જ ઠાર કરવામાં સફળતા મળી હતી.
ડોગ સ્ક્વોડે સઘન ચેકિંગ હાથ ધરી આતંકવાદીઓની કારમાંથી વિસ્ફોટક સામગ્રી ઝડપી:
એરપોર્ટ પરિસરમાં કારમાં આવી પહોંચેલા આતંકવાદીઓએ બોમ્બ ધડાકાનો મારો ચલાવ્યો હતો. આતંકીઓ જે વાહનમાં આવ્યા હતા તેમાં બોમ્બ બનાવવાની મોટી માત્રામાં સામગ્રી પણ છુપાવેલી હતી. જોકે, ઘટનાસ્થળે તૈનાત ડોગ સ્ક્વોડની તીક્ષ્ણ સતર્કતા અને સઘન ચેકિંગના પરિણામે સમયસર તે કારમાંથી વિસ્ફોટક સામગ્રી ઝડપાઈ ગઈ હતી, જેનાથી એક મોટી દુર્ઘટના અટકી શકી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટના રૈયા ગામમાં વહેલી સવારે ઘરમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ: સદભાગ્યે જાનહાનિ નહીં
September 15, 2026 11:18 AM2000 સુધીના UPI ટ્રાન્જેક્શન મફત, વધુ પર ચાર્જ, સરકારે ગેજેટ નોટીફિકેશન બહાર પાડ્યું
September 15, 2026 11:13 AMજામનગર શહેરના ગાંધીનગર વોર્ડ નં. 2માં કોન્ટ્રાક્ટરોની મનમાનીનો આક્ષેપ
September 15, 2026 10:46 AMજામનગર શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ વરસાદ, મોડી રાત્રે 2 કલાકમાં ખાબક્યા 4 ઈંચ
September 15, 2026 10:37 AMખેતીના મુર્જાતા કપાસ, મગફળી,સોયાબીનના પાકને જીવન દાન મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
September 15, 2026 10:29 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
