જામનગર: ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં શ્રદ્ધા સાથે સમજ પણ જરૂરી : પૂ. કૃષ્ણમણીજી મહારાજ
લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા ગણેશ પંડાલોના સંચાલકોનો સન્માન સમારોહ યોજાયો
આયોજન થકી અમારા દ્વારા નકકી ઉદ્દેશને ધારી સફળતા સાંપડી છે તે માટે ગણેશ પંડાલોના આયોજકો અભિનંદનને પાત્ર છે: જીતુભાઈ લાલ
જામનગરમાં જ નહીં પણ હાલારના બન્ને જિલ્લામાં સમાજ સેવાકાર્યો કરતાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામનગરમાં ગણેશોત્સવ પંડાલના આયોજકોનું સન્માન કરવાનો સમારોહ લેઉવા પટેલ સમાજના એ/સી. હોલમાં યોજાયો હતો. આ સમારોહમાં પ નવતનપુરી ધામના આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજશ્રી તથા સ્વામી નારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂ. ચર્તુભુજદાસજી મહારાજશ્રી આર્શિવચન આપવા પધાર્યા હતાં. આ સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકેલા બી.એ.પી.એસ. મંદિરના પૂ. શ્રી ધર્મનિધિદાસજી સ્વામીએ શુભકામના સંદેશ પાઠવી હતી.
સંતો-મહંતો અને મહાનુભાવોના હસ્તે આ સમારોહનો શુભારંભ ગણપતિ બાપ્પાની આરતી સાથે કરવામાં આવ્યો હતો.
આયોજકશ્રી એચ. જે. લાલ ચેરી. ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી જીતુભાઇ લાલે સૌનું સ્વાગત કરતાં તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતુ કે લાલ પરિવાર દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગણેશોત્સવ પંડાલોના આયોજકોનું સન્માન કરવાનું આયોજન કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યુું છે. તેમણે સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે સમયબદ્ધતા જળવાતી નથી તેવી લાગણી વ્યકત કરી આવતા વર્ષે જો ચોકકસપણે અને ચુસ્તણે સમયનુું પાલન થાય તેવું વાતાવરણ હશે તો જ આગળના વર્ષોમાં આયોજન કરવાની વિચારણા કરવી પડશે.
વધુમાં જીતુભાઇ લાલે અત્યારસુધીના આયોજનોમાં તેમણે નિર્ધારિત કરેલા અને સંકલ્પો સિદ્ધ થયાનો સંતોષ વ્યકત કર્યો હતો. અગાઉ ગણેશ વિસર્જન દરિયામાં કે નદીના પાણીમાં કરવામાં આવતા હતા, જેમાં કોઇ વખતે દુર્ઘટનાઓ થઇ અને કયાંક મહાપૂણી માનવ જીંદગી પણ ગુમાવવાના કિસ્સા બન્યા હતાં. આવી દુર્ઘટના ન બને તે માટે જે તે સમયે ટ્રસ્ટના માઘ્યમથી વિસર્જન માટે ક્રેઇન, બોટ જેવા સાધનોની સુવિધા આપવામાં આવતી. સર્વોચ્ચ અદાલતના આદેશ પછી જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ વિસર્જન માટે પાણીના કુંડની સુંદર વ્યવસ્થાના કારણે હવે દુર્ઘટના કે જાનહાનિ થતા નથી. આ એક સંકલ્પ સિદ્ધ થયો છે.
આ ઉપરાંત ગણેશોત્સવના આયોજકોની મીટીંગો યોજી તેમને પ્લાસ્ટર ઓફ પેરીસના બદલે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને અભિયાનને ૯૫ ટકા જેટલી સફળતા મળી છે. આમ ટ્રસ્ટે અને લાલ પરિવારે ગણેશોત્સવ પંડાલોના આયોજકોના સન્માન માટે કરેલા અને ઉમદા સંકલ્પો પૂર્ણ કર્યા છે. તેથી પણ હવે સમારોહનો સમય પાલન મામલે વિચાર કરવાનો સમય આવી ગયો છે. તેમણે ઉપસ્થિત સંતો- મહંતો મહેમાનો, ગણેશોત્સવ પંડાલોના કાર્યો આયોજકનું સ્વાગત કરી સાથ સહકાર માટે આભાર માન્યો હતો.
આ સમારોહમાં ઉપસ્થિત ૫-નવતનપૂરીધામના આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજે તેમના પ્રાસંગીક ઉદ્બોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ઉત્સવોની ઉજવણીમાં શ્રદ્ધા તો છે જ, પણ સાથે સાથે સમજ પણ હોવી જરી છે. ગણેશોત્સવનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, મૂર્તિને ઓછા ખર્ચે અને સરળતાથી બનાવવાના કારણે પીઓપી સહિતની મૂર્તિઓ બનવા લાગી અને તેના કારણે પ્રદુષણ સહિતના પ્રશ્ર્નો ઉભા થયા છે. આથી લાલ પરિવારે ઇકોફ્રેન્ડલી મૂર્તિની પહેલ કરી અને તેમાં સફળતા મળે છે, જે ખરેખર ખૂબ જ અભિનંદનીય છે.આપણે સૌએ ઉત્સવોમાં પર્યાવરણનું સંતુલન પણ જળવાય રહે તેની સાવધાની રાખવાની જરૂર છે. લાલ પરિવાર ઉત્સવોની ઉજવણીમાં પ્રવૃત્તિ અને સંસ્કૃત્તિનું સંરક્ષણ કરવાનું અતિ મહત્વનું સેવાકાર્ય કરે છે, ત્યારે આપણા સૌની ફરજ અને જવાબદારી બની રહે છે કે તેમના કાર્યોમાં સહકાર આપીએ અને તે આપણી સેવા ગણાશે. આ માટે સમયપાલનની જીતુભાઇ લાલની ચિંતાને તેમણે યોગ્ય ગણાવી સૌને સમયનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
કોઇપણ સત્કાર્ય થતું હોય ત્યારે તેમના આયોજકોને પ્રોત્સાહિત કરવાનું વિશેષ આયોજન થતું હોય ત્યારે આ લોક કલ્યાણના કાર્યમાં પણ સૌએ સહકાર આપવો જોઇએ. અત્યારે સોશ્યલ મિડીયાના કારણે સમાજમાં અનસોશ્યલ વાતાવરણ જોવા મળે છે. ખાસ અને ઉમદા હેતુ સાથેના કાર્યક્રમોમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી આયોજકોનો ઉત્સાહ વધારવાની જરૂર છે. જેનાથી આનંદની અલગ જ અનુભૂતિ થશે. લાલ પરિવાર દ્વારા તેમના દરેક ક્ષેત્રના સેવા કાર્યો અવિરત ચાલુ જ રહે તેવી વ્યવસ્થા કરી છે જે ખૂબ જ મોટી વાત છે. જે તેમના પરિવારની સદ્ભાવના દર્શાવે છે. લાલ પરિવાર સદાય સેવાકાર્યો કરતા રહે તેવી ઇશ્ર્વર પાસે પ્રાર્થના સાથે તેમણે આર્શિવાદ આપ્યા હતાં.
આ સમારોહમાં ઉપસ્થિત સ્વામીનારાયણ મંદિરનાકોઠારી સ્વામી ચર્તુભૂજદાસજી મહારાજે તેમના વકતવ્યમાં સૌથી પહેલા લાલ પરિવારની ધર્મ, શિક્ષણ, આરોગ્ય સહિતની સામાજિક સેવાકિય પ્રવૃતિઓને બિરદાવી અભિનંદન આપ્યા હતાં. સ્વામીજીએ સમયબદ્ધતા અંગે જણાવ્યું હતુ કે આયોજક જીતુભાઇ લાલે સમય પાલન માટે ટકોર કરવી પડે તેવી સ્થિતિ માટે આપણે સૌ જવાબદાર છીએ. આપણે તેમની સદ્ભાવનાને સમજીને તેમના સત્કાર્યોનું સમય પાલન કરી સન્માન કરવું જોઇએ.
લાલ પરિવાર હિન્દુ ધર્મના ઉત્સવોને હંમેશા પ્રોત્સાહિત કરતા રહ્યા છે. ખાસ કરીને ગણેશોત્સવ પંડાલોના આયોજકોનું સન્માન કરવાથી જીતુભાઇ લાલે જે ઉમદાન ઉદ્ેશ્યયોની અપેક્ષા રાખી હતી તે ઉદ્ેશ્યો હાંસલ કરવામાં તેમના પ્રયાસોને સફળતા મળે છે. તેમણે સૌને અને સમાજને પરિવાર સમજીને હંમેશા સત્કાર્યોનો પ્રવાહ ચાલુ રાખ્યો છે. તેઓ સંસ્કૃતિ પ્રેમી, ધર્મપ્રેમી, રહ્યા છે અને તે માટે હંમેશા અને લોકોપયોગી, લોકોને પ્રોત્સાહિત કરવાના સેવાકાર્યો કરતા રહે તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે સમગ્ર લાલ પરિવારને આશિર્વાદ, શુભેચ્છા અને અભિનંદન આપું છું.
આ સમારોહમાં ઉપસ્થિત માય સમાચારના રવિભાઇ બુદ્ધદેવે તેમજ જીટીપીએલ ન્યુઝ ચેનલના જામનગરના બ્યુરો ચીફ જયેશભાઇ રૂપારેલીયાએ પ્રાસંગીક ઉદ્બોધન કરી લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા દરેક ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા સેવાકાર્યોને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.
આ સમારોહમાં જામનગર શહેરમાં યોજાયેલા ગણેશોત્સવના પંડાલોના આયોજકોનું સંતો-મહંતો તેમજ મહાનુભાવોના હસ્તે સ્મૃતિભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઇ ગણાત્રા તથા અલ્કા નથવાણીએ કર્યું હતું. મહાપ્રસાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
