ખંભાળિયાની એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટનું વનતારા દ્વારા કરાયું સન્માન
સંસ્થાના સેવકોને પશુની સેવા, રેસ્ક્યુ અને સંભાળ અંગે અપાશે માર્ગદર્શન
ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને વનતારા દ્વારા ગુજરાત લેવલની વિશેષ ટ્રેનિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી યોજાયેલી આ ટ્રેનિંગ દરમિયાન સંસ્થાના સેવકોને પશુઓની સેવા, સારવાર, રેસ્ક્યુ અને સંભાળ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.
આ દરમિયાન વનતારા ખાતે સંસ્થાના પ્રતિનિધિઓએ અત્યંત સુંદર અને યાદગાર મહેમાનગતિનો અનુભવ કર્યો હતો. વંતારાની અદ્યતન પશુસેવા વ્યવસ્થા અને કાર્યપદ્ધતિને નજીકથી નિહાળવાની તક પણ મળી હતી. આ આયોજનમાં વનતારાના ફાઉન્ડર અનંત અંબાણી દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દેશુર ધમા સાથે મુલાકાત કરી સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહેલી અબોલ પશુઓની સેવા, સારવાર અને રેસ્ક્યુ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
અનંત અંબાણી દ્વારા સંસ્થાની સેવાકીય કામગીરીને બિરદાવી સન્માન અને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અબોલ પશુઓની સેવા માટે કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ માટે વનતારા તરફથી મળેલું આ આમંત્રણ અને સન્માન સમગ્ર સંસ્થા તથા જિલ્લાના સેવાભાવી લોકો માટે ગૌરવની બાબત બની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
