લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે મતદાનના પહેલાના ૪૮ કલાક અને મતગણતરીના દિવસને “ડ્રાય ડે” જાહેર કરાયા
જામનગર તા. ૨૪એપ્રિલ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લામાં તા.૦૭-૦૫-૨૦૨૪ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.કે.પંડ્યા દ્રારા જાહેરનામા થકી મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે તા.૦૫-૦૫-૨૦૨૪ના સાંજના ૦૬:૦૦ કલાક થી તા.૦૭-૦૫-૨૦૨૪ના રાત્રીના ૧૦:૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસને એટલે કે તા.૦૪-૦૬-૨૦૨૪ના દિવસને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જિલ્લામાં ચૂંટણીનું કાર્ય નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લામાં આવેલ કેફી પદાર્થોનું વેચાણ કરતી હોટલ, ક્લબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પૂરો પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય, વ્યકિતગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમિટ ધરાવતા વ્યક્તિઓને તા.૭-૫-૨૦૨૪ના રોજ મતદાન પૂરું થવા માટે નિયત સમયથી ૪૮કલાક પહેલાનો સમયગાળો એટલે કે તા.૫-૫-૨૦૨૪ના સાંજના ૬:૦૦કલાકથી તા.૭-૫-૨૦૨૪ના રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી અને મતગણતરીના દિવસે એટલે કે તા.૪-૬-૨૦૨૪ના દિવસે (મતગણતરી પૂર્ણ થાય અને પરિણામ જાહેર થાય ત્યાં સુધી) દારૂ વેચાણ કરવા / પીરસવા પર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ એરપોર્ટ પર સાત ફ્લાઈટ્સ પૂર્વવત સવારની બે ફ્લાઈટ્સ શેડ્યુલ કરતા પાછળ
May 15, 2025 11:04 AMઆરટીઈમાં ખાલી પડેલી ૧૩૩૯૯ બેઠકમાં એડમિશન માટેનો આજે બીજો રાઉન્ડ
May 15, 2025 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech