રાઈટ ટુ એયુકેશન એકટ અંતર્ગત ધોરણ–૧માં પ્રવેશ માટેના પ્રથમ રાઉન્ડની કાર્યવાહી પુર્ણ થયા બાદ ૧૩૩૯૯ બેઠકો ખાલી પડી હતી. આ બેઠકો ભરવા માટે શિક્ષણ વિભાગ દ્રારા બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં બીજા રાઉન્ડમાં શાળાની પુન: પસંદગીની કાર્યવાહી આજથી શ થશે અને વાલીઓ ૧૭ મે સુધી શાળાની પુન: પસંદગી કરી શકશે.
જો, વાલી શાળા પસંદગી કરવા માંગતા ન હોય તો તેઓની અગાઉ પસદં કરેલી શાળાઓને જ માન્ય રાખીને બીજા રાઉન્ડની પ્રવેશની ફાળવણી કરવામાં આવશે. આમ, મે ના અતં સુધીમાં આરટીઈની પ્રવેશ કાર્યવાહી પુર્ણ કરવાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા પ્રમાણે ધોરણ ૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે રાઈટ ટુ એયુકેશન એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ ૨૮ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.
આરટીઈની સમગ્ર રાયમાં આ વર્ષે ૯૩૮૬૦ બેઠકો હોવાથી તેમના પર પ્રવેશની ફાળવણી કરવામાં આવનાર હતી. જેમાં પ્રથમ રાઉન્ડમાં ૮૬૨૭૪ બેઠકો પર વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. આમ, પ્રથમ રાઉન્ડની કુલ ૯૩૮૬૦ બેઠકો પૈકી પ્રથમ રાઉન્ડના અંતે ૮૦૪૬૧ બેઠકો ભરાઈ હતી.પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. આમ, ૫૮૧૩ વિધાર્થીઓને પ્રવેશ ફાળવાયો હોવા છતાં તેમણે પ્રવેશ લીધો ન હતો. જેથી ફાળવણી વખતે ખાલી પડેલી ૭૫૮૬ બેઠકો અને પ્રવેશ લીધો ન હોવાના લીધે ખાલી પડેલી ૫૮૧૩ બેઠકો મળી કુલ ૧૩૩૯૯ બેઠકો ખાલી પડતા તેની પર બીજા રાઉન્ડની કાર્યવાહી શ કરવામાં આવી છે.
ફાળવણી વખતે જ આરટીઈની ૭૫૮૬ બેઠકો ખાલી રહેવા પામી હતી. ત્યારબાદ જે વિધાર્થીઓને પ્રવેશ ફાળવાયો હતો તેમને ૮ મે સુધીમાં સ્કૂલ ૫૨ જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવાનો હતો. જેમાં પ્રવેશ ફાળવાયેલા ૮૬૨૭૪ વિધાર્થીઓ પૈકી ૮૦૪૬૧ વિધાર્થીઓએ પ્રવેશ ફાળવેલ શાળાઓમાં જઈ નિયત સમયમર્યાદામાં બીજા રાઉન્ડમાં જે વિધાર્થીઓની અરજીઓ માન્ય થયેલી હોય અને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલો નથી માત્ર તેવા જ વિધાર્થીઓને આરટીઇની ખાલી જગ્યા ધરાવતી ખાનગી પ્રાથમિક શાળાઓની પુન: પસંદગી કરવા તક આપવામાં આવી છે.
જે વિધાર્થીઓ આરટીઈ હેઠળ કરેલી અરજીમાં પસદં કરેલી શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુન: પસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ આજથી લઈને ૧૭ મે સુધીમાં ના વેબપોર્ટલ પર જઈ શાળાઓની પુન: પસંદગી કરવાની રહેશે. જે વિધાર્થીઓ શાળાઓની પુન: પસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્રારા અગાઉ પસદં કરેલી શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે જે ૧૭મી મેં સુધીમાં પૂર્ણ કરવાનું કેલેન્ડર નક્કી કરવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application૧.૦૮ કરોડના ગેરકાયદે બાયોડીઝલ મામલે ભરત રામાણીના આગોતરા જામીન રદ કરવાની અરજી ફગાવી દેવાઈ
May 15, 2025 02:52 PMબોખીરા-કુછડી રોડ પર કેનાલમાં માછલાના નિપજ્યા શંકાસ્પદ મોત
May 15, 2025 02:52 PMહેર ટ્રાન્સપ્લાન્ટ પહેલા જાણી લો 5 મહત્વપૂર્ણ બાબતો, ઉતાવળમાં ને ઉતાવળમાં ન કરતા આ ભૂલ
May 15, 2025 02:52 PMસુન્ની અંજુમને ઇસ્લામના પ્રમુખના જનાઝામાં હજારો લોકો જોડાયા
May 15, 2025 02:48 PMપોરબંદરમાં ૧ કિલો ૯૦ ગ્રામ ગાંજા સાથે મુળ રાણાવાવનો યુવાન ઝડપાયો
May 15, 2025 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech