જામનગર: બજરંગપુર-વેરતીયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
સગીરની અટક કરતી એલસીબી : ૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે : લતીપરના શખ્સની સંડોવણી
જામનગર તાલુકાના બજરંગપુર (વેરતીયા) ગામે હાઈસ્કૂલ નજીક બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો જામનગર એલ.સી.બી.એ ભેદ ઉકેલી કાઢ્યો છે. ચોરીના ગુનામાં એક કિશોરને ઝડપી લઈ તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટરસાયકલ સહિત કુલ ૧,૫૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં નોંધાયેલા વણઉકેલાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી ચોરીના ગુનાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન એલ.સી.બી.ના ભરતભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાડિયા તથા કિશોરભાઈ પરમારને મળેલી ખાનગી બાતમીના આધારે ખીજડિયા બાયપાસ નજીકથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આશરે દસ-બાર દિવસ અગાઉ આ ટાબરીયા સંજય રાયધનભાઈ દેવીપૂજક, રહે. લતીપર રોડ, દેવીપૂજક વાસ, ધ્રોલ, સાથે મોટરસાયકલ પર બજરંગપુર (વેરતીયા) ગામે ગયો હતો. બપોર બાદ આશરે પાંચ વાગ્યાના સમયે હાઈસ્કૂલ પાસે આવેલા એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોના તથા ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી.
પોલીસે સગીર પાસેથી સોનાની બે કાનની બુટી, આશરે રૂ.૫૦ હજારની કિંમતની, ચાંદીની એક લકી આશરે રૂ.૧૦ હજાર, રોકડા રૂ.૧,૫૦૦, ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઈલ ફોન તથા જી.જે.૧૦ ઇ.કે.૪૭૯૮ નંબરની આશરે રૂ.૮૦ હજારની કિંમતની મોટરસાયકલ મળી કુલ રૂ.૧,૫૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે પંચ-એ ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૧(૩) તથા ૩૦૫ મુજબ ગુનો નોંધાયેલ છે. કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સામે એ.એસ.આઈ. અરજણભાઈ કોડીયાતરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ફરાર આરોપી સંજય રાયધનભાઈ દેવીપૂજકને ઝડપી પાડવા તપાસ લંબાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
