જામખંભાળીયામાં લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ
પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવ્યો
ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ-૩ કર્મચારી મંડળ, દેવભૂમિ દ્વારકા જિલ્લા યુનિટ દ્વારા કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.જેમાં મંડળ દ્વારા અગાઉ તા. ૧૫/૦૯/૨૦૨૫ના રોજ રજૂઆત કરી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી. તેમ છતાં પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ ન આવતાં કર્મચારી મંડળે આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.
મંડળની મુખ્ય માંગણીઓમાં છે જેમાં સિનિયર સર્વેયર સંવર્ગનું પગારધોરણ રૂ. ૨૫,૪૦૦-૮૧,૯૦૦, પે મેટ્રિક લેવલ-૪ (ગ્રેડ પે રૂ. ૨,૮૦૦)માંથી વધારી રૂ. ૩૫,૪૦૦-૧,૧૨,૪૦૦, પે મેટ્રિક લેવલ-૬ (ગ્રેડ પે રૂ. ૪,૨૦૦) કરવા માંગ,સર્વેયર સંવર્ગનું પગારધોરણ રૂ. ૨૫,૪૦૦-૮૧,૯૦૦, પે મેટ્રિક લેવલ-૪ (ગ્રેડ પે રૂ. ૨,૪૦૦)માંથી રૂ. ૨૫,૪૦૦-૮૧,૯૦૦, પે મેટ્રિક લેવલ-૫ (ગ્રેડ પે રૂ. ૨,૮૦૦) કરવા માંગનો સમાવેશ થાય છે.
આ માંગણીઓના નિરાકરણ માટે મંડળ દ્વારા તબક્કાવાર આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તા. ૧૧/૦૯/૨૦૨૫થી તા. ૧૮/૦૯/૨૦૨૫ સુધી રાજ્યના તમામ કર્મચારીઓ કચેરીમાં હાજર રહી પેનડાઉન કરી તમામ પ્રકારની કામગીરી બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો .તા. ૧૯/૦૯/૨૦૨૫ના રોજ રાજ્યના તમામ કર્મચારીઓ સામૂહિક કેઝ્યુઅલ લીવ પર રહ્યા હતા. ત્યારબાદ તા. ૨૧/૦૯/૨૦૨૫થી રાજ્યના તમામ કર્મચારીઓ જિલ્લા મથકે રહી અચોક્કસ મુદતની હડતાળ પર ગયેલ છે.
કર્મચારી મંડળે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે કર્મચારીઓના ઉપરોક્ત પડતર પ્રશ્નોનો તાત્કાલિક અને હકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવે, જેથી આંદોલનાત્મક કાર્યક્રમ આગળ વધારવાની જરૂરિયાત ન રહે.હાલ આ તમામ ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વર્ગ ૩ કમેચારી મંડળ જિલ્લા યુનિટ અચોક્કસ મુદતની હડતાલ પર છે.તમામ આ કચેરીને લગતી કામગીરી બંધ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
