દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ મહેસુલ કર્મીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ
૧૪ જેટલી પડતર માંગણીઓને લઇને ૧પ૦ થી વધુ કર્મચારીઓ આંદોલનમાં જોડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહેસૂલ કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. જામ ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન તેમજ મામલતદાર કચેરી બહાર ૧૫૦થી વધુ કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ અને ધરણાં પર બેસી ગયા છે. લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા કર્મચારીઓએ આ આકરો માર્ગ અપનાવવો પડ્યો છે.
કર્મચારીઓ મુખ્યત્વે ૧૪ જેટલી પડતર માંગણીઓ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં મહેસૂલ તલાટીઓને જોબ ચાર્જ હેઠળ સોંપાતી અન્ય વિભાગોની કામગીરી રદ કરવાની મુખ્ય માંગ સામેલ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૩-૨૬ બેચના ક્લાર્ક તેમજ રેવન્યુ કેડરમાં પ્રમોશન મેળવનારા કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં તેમજ ૫૦૦ કિલોમીટર સુધી દૂર બદલી કરવા સામે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો છે. કર્મચારીઓની સ્પષ્ટ માંગ છે કે પ્રમોશન મેળવનાર કર્મચારીઓને તેમના મૂળ જિલ્લામાં જ નિમણૂંક આપવામાં આવે અને અન્યાયી બદલી નીતિ તાત્કાલિક રદ કરવામાં આવે.
મહેસૂલ કર્મચારીઓ સામૂહિક રીતે હડતાળ પર ઉતરી જતાં સરકારી કચેરીઓમાં દૈનિક કામકાજ ઠપ થઈ ગયું છે, જેના કારણે દૂર-દૂરથી આવતા અરજદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કર્મચારીઓએ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી સરકાર તમામ પડતર માંગણીઓનો તાત્કાલિક અને સકારાત્મક ઉકેલ નહીં લાવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. હવે સરકાર આ મામલે શું પગલાં ભરે છે અને હડતાળ ક્યારે સમેટાય છે તેના પર સૌની નજર ટકેલી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
