જામનગર : સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૯૪મો ભારતીય વાયુસેના દિવસ દેશભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાયો

  • October 08, 2026 02:41 PM 

જામનગર : સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૯૪મો ભારતીય વાયુસેના દિવસ દેશભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાયો 


સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ૯૪મો ભારતીય વાયુસેના દિવસ દેશભક્તિ, ગૌરવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવવામાં આવ્યો.

કાર્યક્રમની શરૂઆત શાળાના મુખ્ય અતિથિ તથા આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે દ્વારા શાળાના યુદ્ધ સ્મારક ‘શૌર્ય સ્તંભ’ ખાતે પુષ્પાંજલિ અર્પણ  કરવામાં આવી હતી. તેમણે દેશની રક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ત્યારબાદ શાળાના ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમનની શરૂઆત  રાષ્ટ્રગીત વંદેમાતરમ્ થઈ હતી.


 ધોરણ ૧૦ના કેડેટ રીતાંશુ દ્વારા ભારતીય વાયુસેના વિષય પર માહિતીપ્રદ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.  ત્યારબાદ ધોરણ ૧૧ના કેડેટ્સ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તથા પ્રેરણાદાયી વિડિયો દ્વારા ભારતીય વાયુસેનાનો ઇતિહાસ, ઉદ્ભવ, વિકાસ અને મહત્વ રજૂ કરવામાં આવ્યું.

પ્રેઝન્ટેશન દરમિયાન કેડેટ્સે ભારતીય વાયુસેનાના વિવિધ ફાઈટર એરક્રાફ્ટ તેમજ દેશની સુરક્ષા માટે હાથ ધરવામાં આવેલા મહત્વપૂર્ણ ઓપરેશન્સ અંગે માહિતી આપી હતી. આ પ્રવૃત્તિ દ્વારા કેડેટ્સને ભારતીય વાયુસેનાની ક્ષમતાઓ, કાર્યપદ્ધતિ અને રાષ્ટ્રની સુરક્ષામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત થઈ. કેડેટ્સની સક્રિય સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે ભારતીય વાયુસેના અંગે રસપ્રદ અને સંવાદાત્મક પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્નોત્તરી દ્વારા કેડેટ્સના જ્ઞાનમાં વધારો થયો તેમજ તેમની જિજ્ઞાસા અને રાષ્ટ્રીય સંરક્ષણ પ્રત્યેની રુચિને પ્રોત્સાહન મળ્યું.

આ પ્રસંગે કેડેટ્સને સંબોધતા શાળાના આચાર્ય ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે દ્વારા ૯૪મા ભારતીય વાયુસેના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કાર્યક્રમને સફળ બનાવવા બદલ કેડેટ્સના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને તેમને સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવવા, *નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)*માં જોડાવા તથા દેશસેવાનું સ્વપ્ન સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી.

કાર્યક્રમમાં વિંગ કમાન્ડર કે. મારુતિ દેવી (નિવૃત્ત), વહીવટી અધિકારી કમાન્ડર હરિ રામ પૂનિયા, શાળાના સ્ટાફ સભ્યો તથા કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગણિત વિષયના ટીજીટી શિક્ષિકા શ્રીમતી અંકુર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. 

અંતે કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન દ્વારા  પૂર્ણ થયો .સમગ્ર કાર્યક્રમ દરમિયાન કેડેટ્સમાં રાષ્ટ્રપ્રેમ, શિસ્ત, ગૌરવ અને ભારતીય વાયુસેના પ્રત્યે આદરની ભાવના જોવા મળી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application