જામનગર: રૂ. ૧.૫૩ કરોડના ઇનવેસ્ટમેન્ટ ફ્રોડમાં વોન્ટેડ આરોપી ખંભાળીયામાં પકડાયો

  • August 18, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રૂ. ૧.૫૩ કરોડના ઇનવેસ્ટમેન્ટ ફ્રોડમાં વોન્ટેડ આરોપી ખંભાળીયામાં પકડાયો

સાયબર ક્રાઇમમાં માસ્ટર આરોપી મ્યાનમાર-કંબોડીયા સેન્ટરમાં પૈસા મોકલતો હતો

ઓપરેશન મ્યુલહન્ટ-૨ દરમ્યાન સુરત સાયબર ક્રાઇમ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયેલા આરોપીને જામખંભાળીયાથી ઝડપી લેવાયો છે, ૧.૫૩ કરોડના ઇનવેસ્ટમેન્ટ ફ્રોડમાં વોન્ટેડ મુળ રાજકોટનો રીયાઝ મિર્ઝા મ્યુલ ખાતામાં પૈસા લઇ મ્યાનમાર-કંબોડીયા સેન્ટર ખાતે મોકલતો હતો.

સાયબર ક્રાઇમ પોલીસ સુરત ખાતેના નોંધાયેલા ગુનામાં ૧.૫૩ કરોડના ઇનવેસ્ટમેન્ટ ફ્રોડમાં ગત જુન મહિનામાં ૩ આરોપીને ઝડપીને પુછપરછ કરતા મ્યુલ એકાઉન્ટ આપવા જયપુર બોલાવી બાદમાં મુંબઇ સાકીનાકા લઇ જનાર રીયાઝ મિર્ઝાની શોધખોળ આદરી હતી. જો કે ચકમો આપીને તે ફરાર થઇ ગયો હતો પોલીસ દ્વારા તેને સતત ટ્રેસ કરી રહી હતી, તાજેતરમાં ટેકનીકલ સર્વેલન્સના આધારે રીયાઝ ઉર્ફે સોયેબ કરીમ મિર્ઝા રહે. કેજીએન સોસાયટી, પોરબંદર રોડ ખંભાળીયા, જી. દ્વારકા, મુળ કનૈયા ચોક માલધારી સોસાયટી, રાજકોટને ઝડપી પાડયો હતો.

માત્ર ૮ પાસ રિયાઝ અન્ય બે આરોપી સાથે મળી મ્યુલ એકાઉન્ટમાં પૈસા લઇને તેને યુએસડીટીમાં ક્ધવર્ટ કરી મ્યાનમાર કંબોડીયા ચાલતા કોલ સેન્ટરના સંચાલકોને મોકલતો હોવાનું તપાસમાં જાણવા મળ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application