જાનથી મારી નાખવાના ઇરાદે ધમકી આપી, મદદગારી કરી હથિયાર વડે સાદિ વ્યથા પહોંચાડવા ના કેસમાં બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકાતી જામનગર અદાલત
આ કેસની ટૂંકી હકીકત એવી છે કે, આ કામના ફરિયાદીએ આરોપી સાથે અગાઉ માથાકૂટ થયેલ હોય અને ફરિયાદી વિરૂદ્ધ ગુનો દાખલ થયેલ હોય તેનો આરોપીઓએ જૂની અદાવત ખાર રાખી આરોપીઓ એ ફરિયાદી ને ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી વડે માથામાં તથા શરીરે માર મારી ગુનો કરેલ હતો. જે ફરિયાદ મુજબ કેસ ચાર્જશીટ થયા બાદ નામદાર કોર્ટ માં ચાલવા પર આવતા કેસમાં તમામ સાહેદો ની જુબાની થયેલ તેમાં આરોપીના વકીલ દ્વારા સાહેદો ની વિસ્તૃત ઉલટ તપાસ કરવામાં આવેલ હતી તેમજ પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરી ને ધારદાર વિસ્તૃત દલીલ કરવામાં આવેલ હતી આ તમામ હકીકતો તેમજ આરોપીના વકીલશ્રી દ્વારા કરવામાં આવેલ વિસ્તૃત ઉલટ તપાસ, ધારદાર દલીલો તેમજ વિવિધ નામદાર હાઇકોર્ટ ના ચુકાદાઓ ને ધ્યાને લઈ નામદાર કોર્ટે બંને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો ન્યાયિક હુકમ કરવામાં આવેલ છે.
આ કામમાં બચાવ પક્ષે આરોપીના વકીલ તરીકે જામનગરના યુવા એડવોકેટ સકીલ ઓ.નોયડા, દિપકકુમાર કે. ગચ્છર, કે.એસ. દુધરેજીયા, જે.જે. ભંડેરી રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુરતમાં ગણેશજીના આગમનમાં ભીડ બેકાબૂ બની, ધક્કામુકી થતા અનેક શ્રદ્ધાળુઓ ને બાળકો દબાયા
August 24, 2026 01:34 PMપોરબંદર વનવિભાગ દ્વારા એક જ દિવસમાં બે મગરનું રેસ્કયુ
August 24, 2026 01:25 PMAAPના ધારાસભ્ય ચૈતર વસાવાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટે જામીન અરજી ફગાવી; જાણો શું છે સમગ્ર મામલો
August 24, 2026 01:22 PMજામનગર: જોગવડમાં ટાયરમાં પથ્થર રાખવા જતા ટ્રક ફરી વળતા યુવાનનું મૃત્યુ
August 24, 2026 01:21 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
