લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના પોલીસ અધિકારીઓ સામે સમન્સ કાઢવાનો જામનગર કોર્ટનો હુકમ

  • September 17, 2026 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના પોલીસ અધિકારીઓ સામે સમન્સ કાઢવાનો જામનગર કોર્ટનો હુકમ

​​​​​​​જામનગર એસીબીના તત્કાલીન પીઆઇ સહિત ૩ પોલીસ અધિકારીઓ સામે સમન્સ કાઢવાનો હુકમ જામનગરની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ કેશની ટુંકી હકીકત એવી છે કે, ફરીયાદી ચંદ્રવિજયસિંહ હરદેવસિંહ ઝાલા દ્વારા જામનગરની અદાલતમાં એવા મતલબની ફરીયાદ કરેલ હતી કે ગુના રજીસ્ટર નં. ૦૪-૨૦૧૯ના કામે તેઓ સામે દાખલ થયેલ ગુનો દાખલ થાય તે પહેલા તે ગુનાના કામે જ‚રી પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ હતી તે ગેરકાયદેસરની પ્રક્રિયા ગણાય અને તેનાથી તેઓને નુકશાન પહોચાડવાના ઇરાદે તે પ્રક્રિયા કરવામાં આવેલી જેથી તે આધારે કાર્યવાહી અને ગુનાની તપાસની કાર્યવાહીમાં જોડાયેલ અધિકારીઓ સામે ફરીયાદીએ પ્રાઇવેટ ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી.

જે ફરીયાદના કામે રજુ થયેલ દસ્તાવેજો અને પુરાવાના આાધારે અદાલત દ્વારા તત્કાલીન પીઆઇ એ.ડી. પરમાર, તત્કાલીન પીઆઇ એસ.એચ. આચાર્ય અને તત્કાલીન પીઆઇ લીલા સામે પ્રથમ દર્શનીય રીતે આઇપીસી કલમ ૧૬૬ તથા ૧૧૪નો ચાર્જ જણાતો હોય તેવું ઠરાવી સદરહુ ફરીયાદના કામે તેઓને સમન્સ કરવાનો આદેશ કરેલ છે. આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી કેતન. પી. આશર અને એસોસીએટસ એડવોકેટ રોકાયેલા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application