જામનગરની યુવતિને દહેજ ભુખ્યા સાસરીયાનો સિતમ

  • May 20, 2026 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની યુવતિને દહેજ ભુખ્યા સાસરીયાનો સિતમ

સતાપરમાં રહેતા પતિ, સાસુ-સસરા સામે રાવ

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી યુવતિેન દહેજ ભુખ્યા સાસરીયાઓએ દુ:ખ ત્રાસ આપતા મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે જયા તેણી દ્વારા પતિ અને સાસુ, સસરા સામે ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ રામનગર શેરી નં. ૧માં હાલ રહેતી જાગૃતીબેન જીજ્ઞેશભાઇ ભારદીયા (ઉ.વ.૩૪) નામની પરણીતાને આરોપીઓ પતિ, સાસુ, સસરા લગ્નજીવન દરમ્યાન નાની નાની બાબતોમાં ઝઘડા કરી શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપતા હતા તેણી સાથે અવાર નવાર ઝઘડો કરીને તેમજ મારકુટ કરી ફરીયાદીના માવતર પાસે અવાર નવાર પૈસાની માંગણી કરી એકબીજાને મદદગારી કરી હતી.

દરમ્યાનમાં જાગૃતીબેન દ્વારા આ બનાવ અંગે ગઇકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં કલ્યાણપુર તાલુકાના સતાપર ગામમાં રહેતા પતિ જીજ્ઞેશ મનસુખ ભારદીયા, સસરા મનસુખ ગોરધન ભારદીયા અને સાસુ વિજયાબેન ભારદીયાની સામે બીએનએસ ૨૦૨૩ની કલમ તથા દહેજ પ્રતિબંધીત ધારા મુજબ ફરીયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News