ગેરકાયદે હથીયારના કેશમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો ફરમાવતી જામનગર સેસન્સ કોર્ટ

  • December 29, 2024 04:22 PM 

@ ગેરકાયદે હથીયારના કેશમાં આરોપીઓનો નીર્દોષ છુટકારો ફરમાવતી જામનગર સેસન્સ કોર્ટ


આ કેશની ટુકમાં વીગત એવી છે કે, ૨૫/૦૮/૨૦૧૦ ના રોજ પોલીસને મળેલી ખાનગી બાતમી મુજબ બે ઈસમો બહારથી આધુનીક હથીયાર લઈ અને વેચવા આવે છે જેથી પોલીસ દવારા પંચો ન હાજર રાખી અને રેઈડ કરતા બે ઈસમો પોલીસ ને જોઈને ખાવળમાં ભાગવાનો પ્રયાસ કરેલ જમાથી એક ઈસમ પકડાય ગયેલ અને એક ઈસમ ભાગી ગયેલ પકડાય ગયેલ ઈસમનું નામ મુનરાજ મોતાભાઈ હાજાણી અને ભાગી ગયેલ ઈસમનું નામ ઈકબાલ વલીમામદ સફીયા જાહેર થયેલ.


જેથી આરોપીઓ સામે સરકાર તરફે ફરીયાદ આર્મસ એકટ ની કલમ ૨૫(૧)(એ) (૧-એ-એ) તથા ૨૮ મુજબ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને તપાસના અંતે મુનરાજ હાજાણી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવેલ અને થોડા સમય બાદ અન્ય આરોપી ઈકબાલ વલીમામદ સફીયા ની અટક કરેલ અને તેઓ સામે પણ ચાર્જસીટ કરવામાં આવેલ અને તે બંન્ને કેસોને નામદાર સેસન્સ કોર્ટમાં કમીટ કરવામાં આવેલ અને એડી.સેસન્સ જજ એસ.સી.વેમલ્લાની કોર્ટમાં ચાલેલ ઉપરોકત કેસ ચાલી જતા આ કામના આરોપીઓ મુનરાજ મોતાભાઈ હાજાણી તથા ઈકબાલ વલીમામદ સફીયા વીરૂધ્ધ ચાર્જ કેમ કરી અને ટ્રાયલ ચાલેલ.


જેમાં ફરીયાદ પક્ષ દવારા પોતાનો કેશ સાબીત કરવામાંટે કુલ ૧૫(પંદર) મૌખીક તથા ૧૦ (દશ) દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા અને કેસ સાબીત થયેલ છે અને આરોપીઓ ને મહતમ સજા કરવા સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ આરોપીઓ પૈકી ઈકબાલ વલીમામદ સફીયા તરફે તેમના વકીલ અશોક એચ. જોશી દવારા એવી રજુઆત કરવામાં આવેલ કે પંચનામાઓ પુરવાર થયેલ નથી અને પ્રોસીક્યુરન પોતાનો કેશ શંકારહીત શાબીત કરી શકેલ નથી.


બંન્ને પક્ષો ની દલીલો સાભળી એડી.સેસન્સ જજ એસ.સી વેમુલ્લા દાવરા દવારા અરોપીઓનો નીર્દોષ છુટકારો ફરમાવવામાં આવેલ. ઈકબાલ વલીમામદ સફીયા તરફે એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application