જામનગરમાં અંબાવિજય હોસ્પિટલના પ્લોટમાં ગરબી યોજવાના મુદ્દે જામસાહેબની રજૂઆત
જામનગરના અંબાવિજય હોસ્પિટલ માટેના પ્લોટમાં ગરબી યોજવાની યોજનાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જામસાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
જામસાહેબે જણાવ્યું છે કે ગરબીના આયોજન સામે આંદોલન કરનારાઓની રજૂઆતમાં જણાવાયેલી તકલીફો સાચી હોય તો આવી જ તકલીફો શહેરમાં અન્ય અનેક સ્થળોએ યોજાતી ગરબીઓમાં પણ જોવા મળે છે.
તેમણે સવાલ ઉઠાવ્યો કે જો આ કારણોસર ગરબી સામે વાંધો હોય તો માત્ર આ સ્થળે જ નહીં, પરંતુ જ્યાં જ્યાં ગરબીઓ યોજાય છે ત્યાં તમામ સ્થળે ગરબીઓ બંધ કરાવવી જોઈએ.
જામસાહેબના જણાવ્યા અનુસાર, શહેરમાં કેટલીક ગરબીઓ મોડી રાત સુધી, એટલે કે સવારે ચાર વાગ્યા સુધી ચાલતી હોય છે. જ્યારે અંબાવિજય હોસ્પિટલના પ્લોટમાં યોજાનારી ગરબી રાત્રે 11:30 વાગ્યા સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.
ઉપરાંત, પ્લોટમાં જ વિશાળ પાર્કિંગની વ્યવસ્થા રાખવાની સૂચના આપવામાં આવી હોવાથી વાહન પાર્કિંગની સમસ્યા ઊભી થવાની શક્યતા ઓછી હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હિન્દુ પરિવારો રહેતા હોવાનો ઉલ્લેખ કરતાં જામસાહેબે ગરબી સામે સ્થાનિક રહેવાસીઓના વાંધા અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને લોકોને પોતાના વિચારો પ્રમાણે નિર્ણય લેવા અપીલ કરી છે.
જામસાહેબે વધુમાં સ્પષ્ટ કર્યું કે અંબાવિજય હોસ્પિટલના પ્લોટમાં ગરબી યોજવાની કલ્પના તેમની નથી અને તેઓ પોતે આ આયોજન કરતા નથી. શહેરના હિતમાં આ યોજના યોગ્ય લાગતા તેમણે માત્ર પરવાનગી આપી હોવાનું જણાવ્યું છે.
હવે સમગ્ર મામલો ગરબીના આયોજકો, વાંધો ઉઠાવનારા લોકો અને સરકારી અધિકારીઓ વચ્ચે ચર્ચા કરીને ઉકેલવામાં આવે તેવી વાત જામસાહેબે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
