વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જામનગર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાયો

  • September 18, 2026 09:54 AM 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જામનગર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ યોજાયો

શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

બાલા હનુમાન મંદિર, રણમલ તળાવ અને DKV કોલેજ ખાતે યોજાયેલ દીપોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સાત હજારથી વધુ નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત જામનગર શહેરમાં વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત શહેરના વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિર, રણમલ તળાવ પરિસર તેમજ ડી.કે.વી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 'આશીર્વાદનો દીવડો' કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દિવ્યતાથી યોજાયો હતો.જેમાં શહેરના સાત હજારથી વધુ નગરજનો ઉત્સાહભેર સહભાગી થયાં હતાં.

આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ગરિમામય ઉપસ્થિતિમાં રણમલ તળાવ અને DKV કોલેજ ખાતે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન 'વિકસિત ભારત ૨૦૪૭'ના સંકલ્પને દર્શાવતી સુંદર અને આકર્ષક રંગોળી પૂરવામાં આવી હતી. આ સાથે જ, શહેરની વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો અને પદાધિકારીઓ દ્વારા દેશભક્તિના ભાવ સાથે ભારતમાતાનું વિધિવત પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. ડી.કે.વી. કોલેજ ખાતે ખાસ 'ભજન જેમિંગ' કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુવાનો અને શ્રદ્ધાળુઓ ભક્તિરસમાં લીન બન્યા હતા.

આ આયોજનમાં શહેરના હજારો નાગરિકોએ સ્વયંભૂ ઉપસ્થિત રહીને દીપ પ્રગટાવ્યા હતા અને સમગ્ર વાતાવરણને શ્રદ્ધા, ભક્તિ અને દેશપ્રેમથી સભર બનાવી દીધું હતું.

આ પ્રસંગે મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી,  જિલ્લા કલેક્ટર પી.બી.પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, પોલીસ અધિક્ષક ડો.રવિમોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આગેવાન બીનાબેન કોઠારી, બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી ગીરીશભાઈ ગણાત્રા તથા પાર્થભાઈ પંડ્યા સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application