જામનગરના પટેલ કોલોની શેરી નં. ૯ના છેડે શાંતીનગર-૩ વિસ્તારમાં મકાન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી નહી કરનાર આ વિસ્તારમાં રહેતા ગરાસીયા શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા ચકચાર વ્યાપી છે.
જામનગરના જી.જી. હોસ્પીટલ પાછળ તેજપ્રકાશ સોસાયટીમાં રહેતા નિવૃત જીવન જીવતા ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.૭૫) નામના વૃઘ્ધે સીટી-બી ડીવીઝનમાં ગઇકાલે પટેલ કોલોની શેરી નં. ૯ના છેડે શાંતીનગર શેરી નં. ૩માં રહેતા ઋષીરાજસિંહ તખુભા જાડેજા નામના શખ્સ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતીબંધીત) વિધેયક ૨૦૨૦ની કલમ ૪(૩), ૫(ગ) મુજબ ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ ફરીયાદીના માતાએ જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં. ૯ના છેડે શાંતીનગર-૩ વિસ્તારમાં વોર્ડ નં. ૧૨, સીટ નં. ૫૮, સીટી સર્વે નં. ૬૦૬૪, ક્ષેત્રફળ ૧૮૫.૨૯ પાકા બાંધકામ, ગીતા નિવાસ નામવાળુ મકાન ખરીદ કર્યુ હતું.
જે મકાન ફરીયાદીને તેના માતાના વારસાઇમાં મળેલ હોય જે મકાનનો કબ્જો ઋષીરાજસિંહ જાડેજાએ ગેરકાયદે અને અનઅધિકૃત રીતે મિલકત પચાવી પાડવાના ઇરાદે કબ્જો રાખી અને આ મકાનનો કબ્જો ખાલી નહીં કરતા આખરે મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો.
જુલાઇ-૨૦૨૨થી આજ સુધીના સમય દરમ્યાન આરોપીએ કબ્જો જમાવ્યો હતો અને એ પછી મકાન ખાલી નહીં કરતા ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ દાખલ થતા આગળની તપાસ શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech