જામનગરના ટાઉનહોલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના હસ્તે ‘સેવા સેતુ’ કાર્યક્રમનો શુભારંભ
સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કેમ્પમાં ૩૬ સ્ટોલ્સ પરથી વિવિધ યોજનાકીય લાભો અને સરકારી સેવાઓનો નાગરિકોને મળશે લાભ
જામનગર તા.૨૬, જામનગર શહેરના શ્રી એમ.પી. શાહ ટાઉનહોલ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ ના ભાગરૂપે શહેર કક્ષાના ‘સેવા સેતુ’ કાર્યક્રમનો શુભારંભ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ વિવિધ વિભાગોના સ્ટોલ્સની રૂબરૂ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સ્થળ પર હાજર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ મેળવવા માટે અપીલ કરી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોની સરળતા માટે ૩૬ જેટલા અલગ-અલગ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં હેલ્પ ડેસ્ક, રજીસ્ટ્રેશન, મેડીકલ ચેકઅપ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરીક પ્રમાણપત્ર, વ્હાલી દીકરી યોજના, આવકના દાખલા, રેવન્યુ રેકોર્ડ, વારસાઇ અરજી, પાલક માતા-પિતા યોજના, દિવ્યાંગ બસ પાસ, રેશનકાર્ડમાં નામ સુધારા, પી.એમ. સૂર્યઘર યોજના, નવા વીજ જોડાણ, પ્રોપર્ટી ટેક્સને લગત કામગીરી, જન્મ-મરણ નોંધણી, લગ્ન નોંધણી, આયુષ્યમાન / પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મમતા યોજના, વિધવા સહાય, વયવંદના / વૃદ્ધ પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, પોસ્ટમાં નવું ખાતું ખોલવાની કામગીરી, શ્રમયોગી આઇડી કાર્ડ, ઇ-શ્રમ કાર્ડ સહાય, નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, ફીડબેક, એસ.ટી. બસ પાસ, સીટી બસ પાસ, મફત કાનૂની સહાય અને સલાહ, ઉદ્યમ પ્રમાણપત્ર, તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતા હી સેવા જેવી તમામ મહત્વપૂર્ણ સેવાઓ એક જ સ્થળેથી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેનભાઈ મોનાણી, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડીયા, શાસક પક્ષના નેતા અમર મોદી, દંડક પ્રવિણાબેન રૂપડીયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
