જામનગર: નાઘેડી કુમાર શાળામાં રેબીઝ અવેરનેસ અંગે 108 અને 1962 પશુ એમ્બ્યુલન્સ સેવાઓના લાઈવ ડેમો દર્શાવાયા
વિદ્યાર્થીઓને હડકવા નિયંત્રણ, રસીકરણ અને વિવિધ ઈમરજન્સી હેલ્પલાઈન અંગે ઉપયોગી માર્ગદર્શન અપાયુ
વિશ્વ રેબિઝ દિવસ નિમિત્તે જામનગર જિલ્લાના નાઘેડી ગામની કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓમાં હડકવા પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશેષ અવેરનેસ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર અને EMRI Green Health Services ના સંયુક્ત ઉપક્રમે કાર્યરત હરતું ફરતું પશુ દવાખાનાના પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાનના નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પશુચિકિત્સકો, EMT અને પાઇલટ્સે સક્રિય ભાગ લીધો હતો.
આ વર્ષની વિશ્વ હડકવા દિવસની વૈશ્વિક થીમ “Stronger Together” ને અનુરૂપ વિદ્યાર્થીઓને હડકવા સામેની લડતમાં જનસહભાગિતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ તકે પશુચિકિત્સકો દ્વારા વિદ્યાર્થીઓને હડકવાથી બચવાના ઉપાયો, કૂતરા કે અન્ય પ્રાણીના કરડવાના કિસ્સામાં રાખવાની પ્રાથમિક સાવચેતી, સમયસરની સારવાર અને રસીકરણના મહત્વ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે જ હડકવા નાબૂદી માટે સૌ એકજૂથ થઈને કાર્ય કરે તે માટેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
આ જાગૃતિ પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ ઈમરજન્સી હેલ્પલાઈન સેવાઓ જેવી કે 108 ઈમરજન્સી સેવા, 1962 પશુ એમ્બ્યુલન્સ, 181 મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન, ખિલખિલાટ વાહન સેવા અને 112 ઓલ-ઈન-વન ઈમરજન્સી સેવાઓની કામગીરી અને ઉપયોગિતા અંગે માર્ગદર્શિત કરાયા હતા.
વિદ્યાર્થીઓમાં પ્રાયોગિક સમજણ કેળવાય તે હેતુથી 108 એમ્બ્યુલન્સ, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તેમજ હરતાં ફરતાં પશુ દવાખાનાની કામગીરીનો પ્રત્યક્ષ ડેમો રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે યોજાયેલી પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સાચા જવાબો આપનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરાયા હતા.
વિશ્વ હડકવા દિવસની આ કવાયત દ્વારા વિદ્યાર્થીઓમાં હડકવા અંગે વૈજ્ઞાનિક સમજણ વિકસાવવાની સાથે પશુ દયા, સામાજિક જવાબદારી અને ઈમરજન્સી સેવાઓ પ્રત્યે જાગૃતિનો સકારાત્મક સંદેશો વહેતો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
