જામનગરમાં મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી : મહાઆરતી-ધ્વજારોહણ સંપન્ન

  • October 09, 2026 12:31 PM 

જામનગરમાં મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી : મહાઆરતી-ધ્વજારોહણ સંપન્ન
​​​​​
જામનગરમાં મહમતિ શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવની શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. 

આજે બીજા દિવસે સવારે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેકટર પી.બી.પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનિક, જામનગર ભારતીય જનતા પાર્ટીના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી,  શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, મહામંત્રી ભાવેશભાઈ કાનાણી, વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે ઉપરાંત પ્રણામી ધર્મના યુવા અગ્રણી કિંજલભાઈ કારસરીયા, નાધેડી સ્વામિનારાયણ ગુરુકુળ ના પિયુષભાઈ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા અને શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. આજે મહામતિ શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે નિજ મંદિરમાં મહા આરતી યોજાય હતી આ પ્રસંગે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદગુરુ આચાર્યશ્રી કૃષ્ણમણિજી મહારાજ, કરનાલના મહંત શ્રી 108 જગતરાજજી મહારાજ, મહંત શ્રી લક્ષ્મણદેવજી મહારાજ, શ્રી 108 દીવ્યચૈતન્યજી મહારાજ, શ્રી 108 ચંદનસૌરભજી મહારાજ, શ્રી 108 સુરેન્દ્રજી મહારાજ, સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં કળશ પૂજન અને મંદિરે નૂતન ધ્વજારોહણ કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સુંદરસાથજી ભાવિકો ઉમટી પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application