જામનગર: નાઘેડી GIDCમાં દારૂના જથ્થા પર SMCનો મોટો દરોડો

  • October 05, 2026 10:44 AM 

જામનગર: નાઘેડી GIDCમાં દારૂના જથ્થા પર SMCનો મોટો દરોડો

જામનગરના નાઘેડી GIDC વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ મોટો દરોડો પાડ્યો છે. બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડામાં ટ્રકના ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની 10,408 બોટલ ઝડપી પાડવામાં આવી છે.આ કાર્યવાહીમાં રૂ. 37.21 લાખની કિંમતનો દારૂ સહિત કુલ રૂ. 1,37,58,491 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

​​​​​​​આ કેસમાં પોલીસે બે આરોપીઓ દિપક ઉર્ફે અટાપટુ જમનાદાસ જેઠવાણી અને યુવરાજસિંહ કાળુભા ચુડાસમાને ઝડપી લીધા છે.


​​​​​​​જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર રામ ઉર્ફે રામકો જીવાભાઈ મોઢવાડિયા, કાના જીવાભાઈ મોઢવાડિયા, ઈરફાન કાસમ કાટેલીયા, જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદ ખીચડા સહિત નવ આરોપીઓ ફરાર જાહેર થયા છે. ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application