જામનગર: રાજપાર્કમાં શરાબના ૧૨૫ ચપટા સાથે એક શખ્સની અટકાયત

  • May 19, 2026 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રાજપાર્કમાં શરાબના ૧૨૫ ચપટા સાથે એક શખ્સની અટકાયત

દિગ્જામ સર્કલ વિસ્તારમાં દારૂ સાથે એક ઝબ્બે: એક ફરાર

જામનગરના ગુલાબનગર રાજપાર્કમાં એક શખ્સને પોલીસે ઇંગ્લીશ દારૂના ૧૨૫ ચપલા સાથે દબોચી લીધો હતો જયારે દિગ્જામ સર્કલ વિસ્તારમાં ૩ ચપટા સાથે એક પકડાયો હતો અને એકનુ નામ ખુલ્યુ હતું. 

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા જણાવેલ હોય જેથી જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શન મુજબ સીટીબી પીઆઇ એન.એમ. ગઢવીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ ડી.જી. રાજ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના રાજુભાઇ, દશરથસિંહ, સંજયભાઇ, સાજીદભાઇને મળેલ ખાનગી હકીકત આધારે શહેરમાં ગુલાબનગર રાજપાર્ક સેવાસ દનની પાછળ ઓમ રેસીડેન્સી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રહેતા મનિષ રાજુ પારસરામાણી-સિંધીએ ભારતીય બનાવટનો વિદેશી દા‚નો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે તેવી હકીકત આધારે રેઇડ દમ્યાન ઇંગ્લીશ દારૂના ૧૨૫ ચપલા, કિ. ૩૭૫૦૦ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડી તેની વિરુઘ્ધ પ્રોહીબીશન મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત દિગ્જામ સર્કલ પુલીયા નીચે રહેતા દીપુ કમલ વઢીયારને ઇંગ્લીશ દારૂના ૩ ચપટા સાથે પકડી લીધો હતો, તપાસમાં અંધાશ્રમ આવાસ ખાતે રહેતા બિપીન ઉર્ફે લાકડી કારા મુછડીયાનું નામ ખુલ્યુ હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News