જામનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર છરીથી હુમલો

  • October 10, 2026 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર છરીથી હુમલો

ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક કર્યો : ચાર શખ્સ સામે હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ

જામનગરના વિજયનગર વિસ્તારમાં સમાધાનના બહાને બોલાવી યુવક પર છરીથી હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ચાર શખ્સો સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
મચ્છરનગર વિસ્તારમાં રહેતા સમીર ઇશાકભાઈ રૂરૂજા (ઉ.વ.૨૦)ને નામના યુવાન પોતાના ઘરે સુતો હતો ત્યારે તેની ઇન્સ્ટ્રાગ્રામ આઇડી નંબર પર સંપર્ક કરી આરોપીઓએ કાવતરૂ રચીને સમાધાન કરવા માટે આરોપી પુષ્પરાજે ફોન કરીને બોલાવ્યો હતો. 
​​​​​​​
ફરીયાદી યુવક વિકાસ ગૃહ રોડ સોડા પાસે પહોંચતા પાર્થરાજસિંહ જાડેજા સહિત ચાર શખ્સો હાજર હતા. તારે હવે શું કરવાનું છે સવારની બોલાચાલીનું સમાધાન કરવું છે કે નહીં, આ પ્રકારની સમાધાનની વાત દરમિયાન બોલાચાલી થતાં ગાળાગાળી થઈ હતી. 
​​​​​​​
ફરિયાદ મુજબ, હાર્દિકસિંહ ઉર્ફે હદીયાએ પેન્ટમાંથી છરી કાઢી હુમલો કરતાં યુવકે હાથ વડે બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય એક શખ્સે પણ છરીથી હુમલો કરતાં યુવકના હાથ અને ખભામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ દરમિયાન હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમ્યાનમાં હાથની આંગળી અને ખભાના ભાગે ઇજા પહોચી હતી, તેમજ અન્ય એક શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો, ઇજાગ્રસ્તને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે સમીરભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં પુષ્પરાજ ઉર્ફે બાપુડી, પાર્થરાજસિંહ જાડેજા, હાર્દિકસિંહ ઉર્ફે હદીયો તથા ધુલો નામના શખ્સ સામે બીએનએસ ૧૦૯(૧), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૬૧(૨) તથા જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવતા આગળની તપાસ સીટી-બી પીએસઆઇ ગોવાણી ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application