ખંભાળિયા : દેવળિયાનો શખ્સ વિદેશી દારૂની ૧૦૬ બોટલ સાથે ઝડપાયો

  • May 05, 2026 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા : દેવળિયાનો શખ્સ વિદેશી દારૂની ૧૦૬ બોટલ સાથે ઝડપાયો

ભાણવડના રાણપર ગામના સપ્લાયરનું નામ ખુલ્યું

કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા વેજા રામદે માડમ નામના ૪૨ વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા ૧,૧૬,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૦૬ બોટલ તેમજ એક મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી.
​​​​​​​
દારૂનો આ જથ્થો તેણે ભાણવડ તાલુકાના રાણપર ગામના જગા દાના રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું પોલીસ સમક્ષ ખુલવા પામ્યું છે. જે અંગે કલ્યાણપુર પોલીસે ધોરણસર ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application