જામનગરમાં જામગરી બંદુક સાથે એક શખ્સ ગીરફતાર

  • October 31, 2025 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં જામગરી બંદુક સાથે એક શખ્સ ગીરફતાર

​​​​​​​​​​​​​​
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં પાણીના ટાંકા સામે એક બાબતમીના આધારે એસઓજીની ટુકડીએ એક શખ્સને જામગરી બંદુક સાથે દબોચી લીધો હતો અને આ હથિયાર કયાથી મેળવ્યુ એ દિશામાં તપાસ હાથ ધરી છે. 

જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીએ આવા ઇસમો વિરુઘ્ધ અસરકારક કામગીરી કરવા સુચના કરેલ જે અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ એસ.પી. ગોહીલ તથા સ્ટાફમના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના વિરેન્દ્રસિંહ, બળભદ્રસિંહ, અશોકભાઇને મળેલ ખાનગી બાતમી આધારે શંકરટેકરી, સ્વામીનારાયણ મંદિર પાસે પાણીના ટાકા સામેથી જયેશ ગોરધન દિહોરા રહે. હાલ રહે. શંકરટેકરી, સુભાષપરા શેરી નં. ૧માં જામનગર મુળ રહે. ધરારનગર રામ મંદિર ચોક, બેડેશ્ર્વર જામનગરવાળાને ગેરકાયદે દેશી હાથ બનાવટની જામગરી બંદુક કિ. ૨૦૦૦ સાથે પકડી પાડી સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટ મુજબ ફરીયાદ આપતા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application