દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં 'સેવા સંકલ્પ' અભિયાનની ઉજવણીના આયોજન અર્થે બેઠક યોજાઈ
રાજ્ય સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. જેની પૂર્વતૈયારી અને સુઆયોજન માટે ખંભાળિયામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તબક્કાવાર યોજાનાર વિવિધ કાર્યક્રમોના વિભાગવાર આયોજનની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં જાહેર કરવામાં આવેલ ઓખા નગરપાલિકાની સીટ અને જિલ્લા પંચાયતની ભાડથર સીટની ચૂંટણીને અનુલક્ષીને લાગુ પડતા વિસ્તારોમાં આચારસંહિતાનો ચુસ્ત અમલ કરવા નિર્દેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સેવા સંકલ્પ અભિયાન દરમ્યાન સરકારના વિવિધ વિભાગો દ્વારા આશીર્વાદનો દિવો, સ્વચ્છતા હી સેવા,પ્લાસ્ટિક-મુક્તિ જાગૃતિ કાર્યક્રમો, કચરાનું વર્ગીકરણ અને કમ્પોસ્ટિંગ જાગૃતિ કાર્યક્રમ, શ્રમદાન, સેવા સેતુ, ૨૫ કરોડ બાળકોના સપનાંનું ભારત, આંગણાનો ઉત્સવ, વાર્તા પરિવર્તનની, વિકસિત ભારત સંકલ્પ યાત્રા, સેવા જ્યોતિ યાત્રા, રંગોળી રાષ્ટ્ર, રક્તદાન શિબિર, અનાથાશ્રમ / વૃદ્ધાશ્રમની મુલાકાત, વૃક્ષારોપણ અભિયાન, આરોગ્ય તપાસ શિબિર,એક ગામ દત્તક લો-સેવા કાર્ય, યોગ અને ધ્યાન સત્ર, મહિલા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વંચિત બાળકો માટે શૈક્ષણિક સહાય, કારકિર્દી માર્ગદર્શન (કેરિયર કાઉન્સેલિંગ) સત્ર, વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા શિબિર, અંગદાન સંકલ્પ અભિયાન, નશામુક્ત ભારત જાગૃતિ અભિયાન, પોષણ અને એનિમિયા જાગૃતિ, માર્ગ સલામતી જાગૃતિ, જળ સંરક્ષણ અને જળ સ્ત્રોત સફાઈ, સાયબર સુરક્ષા જાગૃતિ, ફિટ ઈન્ડિયા રમતગમત સત્ર, વીરગાથા અને સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ, દિવ્યાંગજન સહયોગ પ્રવૃત્તિ, મતદાતા જાગૃતિ અને નોંધણી, વોકલ ફોર લોકલ પ્રોત્સાહન અને સહયોગ, સરકારી યોજના જાગૃતિ, ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝ ૩.૦,રંગોળી, માનવ સાંકળ, પ્રાકૃતિક કૃષિ યોજના તાલીમ અને જાગૃતિ કાર્યક્રમ વગેરે વિવિધલક્ષી કાર્યક્રમો વિવિધ સ્તરે વ્યાપક રીતે યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.પી.જોશી,નિવાસી અધિક કલેકટર એમ.વી. દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.પી.જોશી સહિત જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકા ચીફ ઓફિસર્સ, અન્ય તાલુકા કક્ષાના અધિકારીઓ વિડિઓ કોન્ફરન્સ દ્વારા જોડાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
