જામનગરના આકાશમાં રવિવાર અને સોમવારની રાત્રે નરી આંખે ઉલ્કા વર્ષાનો નઝારો નિહાળી શકાશે

  • November 15, 2025 05:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર જિલ્લા સહિત હાલારના નભોમંડળમાં સિંહ રાશિની ઉલ્કા-વર્ષા તા.૧૬ને રવિવાર અને તા.૧૭ને સોમવારના રાત્રીના આકાશમાં રહેલા સિંહ રાશીના મુખમાંથી ચારેય દિશામાં ઉલ્કાઓ ખરતી દેખાશે. મધ્ય રાત્રી બાદ આકાશમાં સિંહ રાશીના તારાઓ વધુ ઊંચાઈ ઉપર આવશે, જેથી મધ્ય રાત્રીથી વહેલી સવાર સુધી પ્રતિ કલાકમાં ૧૫થી વધારે ઉલ્કાઓ ખરતી દેખાશે. જો કે શહેરના લાઇટ અને પોલ્યુસન વાળા વાતાવરણ થી દુર અંધારામાં આ ઉલ્કાવર્ષાનો નઝારો વધારે સારી રીતે માણી શકાશે. 


જ્યારે કોઈ ધુમકેતુ પોતાના સૂર્યની આસપાસના પરિભૃમણ દરમ્યાન થોડા અવશેષો છોડી અનંત યાત્રાએ નીકળે પડે છે અને આપણી પૃથ્વી જ્યારે આ ત્યજી દીધેલ અવશેષોની નજદીકથી પસાર થાય છે, ત્યારે આ અવશેષોના થોડા કણો પૃથ્વીના ગુરૂત્વાકષણમાં ખેંચાઇને ઘર્ષણ અને વધુ સ્પીડને કારણે તેજ લીસોટાના સ્વરુપમાં પરીણમે છે અને આની સંખ્યા વધારે હોય તો ઉલ્કા-વર્ષા કહેવામાં આવે છે. 
​​​​​​​

સિંહ રાશિની આ ઉલ્કા-વર્ષા ૫૫ પી.- ટેમ્પલ ટટલ નામના ઘુમકેતુને આભારી છે. આ ઉલ્કા-વર્ષા ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે. ખગોળ મંડળ જામનગર દ્વારા આ ઉલ્કાવર્ષા માણવા અને નરી આંખે તેનો નઝારો નિહાળવા માટે ખગોળપ્રેમીઓને અનુરોધ કરવામાં આવે છે તેમ સંયોજક કીરીટ શાહની યાદીમાં જણાવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application