જામનગર: કાલાવડમાં ફરી ભેળસેળયુકત દૂધનું કારસ્તાન ઝડપાયું
એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર મળી આવ્યા : ફૂડ સેફ્ટી વિભાગે સ્થળ પરથી નમૂના લીધા : જથ્થાનો નાશ કરાયો
જામનગર જિલ્લામાં ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કાલાવડમાં એસઓજીની ટીમે દરોડો પાડી શંકાસ્પદ રીતે ભેળસેળયુક્ત દૂધ બનાવવાની કામગીરી ઝડપી પાડી હતી. સ્થળ પરથી આશરે ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ ઉપરાંત ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવ્યો હતો.
ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીલ્લામાં ચિજવસ્તુઓની બનાવટમાં ભેળસેળ કરી વેચાણ કરનારા તત્વોને શોધી કાઢી કડક કાર્યવાહી કરવા સુચના કરતા જામનગર એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ કાલાવડ ટાઉન અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સ્ટાફના તોષીફભાઈ તાયાણી, રમેશભાઈ ચાવડા અને ફિરોઝભાઈ ખફીને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાલાવડમાં શીતળા માતાજીના મંદિર પાસે કપુરીયાના કાંઠે આવેલા કાનજીભાઈ ઉર્ફે કાનો દેપાળભાઈ માલાણી (રહે. જાલાસણ ગામ, તા. કાલાવડ)ના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. મકાનમાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું.
દરોડા દરમિયાન આશરે ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી તથા ૭૫ કિલો દૂધ બનાવવાનો પાવડર મળી આવતા એસઓજી દ્વારા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી અધિકારી સ્થળ પર પહોંચ્યા બાદ શંકાસ્પદ દૂધ તથા અન્ય સામગ્રીના જરૂરી નમૂના લઈ નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ફૂડ સેફ્ટી અધિકારીની હાજરીમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે શંકાસ્પદ દૂધ, વનસ્પતિ ઘી તથા પાવડરના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. સંબંધિત ધંધાર્થી સામે ખાદ્ય સલામતી અને ધોરણો અંગેના કાયદા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
એસઓજીની ટીમે દુધની ડેરી પર રેઇડ કરીને શંકાસ્પદ દુધ સહિતનો જથ્થો કબ્જે કર્યા બાદ નાશની કાર્યવાહી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રેન્જની ટીમ દ્વારા કાલાવડના હરીપર મેવાસામાં ભેળસેળયુકત દુધનો જંગી જથ્થો અને અન્ય વસ્તુઓ કબ્જે લઇ નાશ કરી હતી એ પછી તપાસમાં છ નમુના નાપાસ થયા હતા ગત વર્ષોમાં પણ કાલાવડ પંથકમાંથી શંકાસ્પદ દુધનો વેપલો સામે આવી ચુકયો છે અને ફરી એકવાર ભેળસેળ દુધ બનાવવાનું કારસ્તાન ખુલ્લુ પડયુ છે આમ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખાંડ, ચોખા અને કઠોળ ફરી મોંઘા થયા, દિવાળી પહેલા સપ્લાય ચેઇનમાં મોટી રૂકાવટ
October 12, 2026 06:34 PM1 રૂપિયાથી ઓછામાં 10 લાખનો વીમો; રેલવેના નિયમો અને શરતો વિશે સત્ય જાણો
October 12, 2026 06:29 PMવિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે 3 ફ્લેટ ખરીદ્યા, કિંમત સાંભળીને તમે પણ ચોંકી જશો
October 12, 2026 06:12 PMજામ્યુકો દ્વારા શરૂ સેકશન માર્ગના ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી, અન્યોને કયારે..?
October 12, 2026 06:00 PMબેકાબૂ બની મોંઘવારી, સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકાએ પહોંચ્યો
October 12, 2026 05:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
