ખંભાળિયા: મીઠાપુરના સગીર ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

  • May 18, 2026 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: મીઠાપુરના સગીર ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

યુવતી સાથે મિત્રતા બાબતનો ખાર રાખી બબાલ કરી 

મીઠાપુર વિસ્તારમાં રહેતા એક સગીરને આ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા હોય, આ બાબત અંગે અદાવત રાખી અને આ ફરિયાદી સગીર જ્યારે તેના માસીના દીકરાને ઘરે મૂકીને પરત થઈ રહ્યો હતો, ત્યારે એક માર્ગમાં રહેલા લખન સોમાજી અને રવિ દિપક નામના બે શખ્સોએ તેને ઢીકાપાટુનો માર મારી, હાથમાં પહેરેલા કળા વળે તેમને ઈજાઓ પહોંચાડી હતી.

આ પછી ઉપરોક્ત બંને શખ્સો સાથે અન્ય બે શખ્સો રામભાઈ સોમજી અને કરણ દીપલ નામના બે મળી ચારેય શખ્સોએ આ સગીરને પુન: રાત્રિના બાર વાગ્યે સમાધાન કરવાના બહાને આંબેડકર ગેઈટ પાસે બોલાવી અને છરી તથા ધોકા જેવા હથિયારો વડે હુમલો કરતા તેમને લોહી-લુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

આ પ્રકરણમાં આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે તમામ ચાર આરોપીઓ સામે બી.એન.એસ. અને જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News